________________
નાર્ષિતામણિ ભાગ પાંચમે ] અને ભાવના રૂપી ચાર પ્રકારના ધર્મને પરમ ઉલાસથી સાધીને શાંતિમય જીવનને અનુભવ કરતા હતા. કર
તીર્થકરની માતાની વિશેષતા દેખાડી વૈજયંત વિમાનમાં દેવરૂપે ઉપજેલ ભાવી તીર્થંકરના જીવની ભાવનાદિ બે શ્લેકમાં જણાવે છે – પુણ્ય પ્રબલતા અન્ય સ્ત્રીથી તીર્થપતિ જનની તણી,
ભવ્ય નિશ્ચય મેક્ષ સગતિ એમ જનકાદિક તણી; અતર તેત્રીશ વૈજયંતે દેવ સુખને અનુભવે,
જિન નામ કર્મ પ્રભાવથી આસક્તિ ના ધરે ભવે. ૪૩ સ્પષ્ટાર્થ– જે સ્ત્રી તીર્થકરની માતા હોય છે તે સ્ત્રીની પુણ્યની પ્રબલતા બીજી સ્ત્રીઓ કરતાં વધારે હોય છે. કારણ કે ત્રણ ભુવનમાં વંદનીય તીર્થંકરની માતાપણાની પ્રાપ્તિ પણ ઘણે પદય હેય તેજ થાય છે. પ્રભુના માતાપિતા ભવ્યજ હોય છે અને તેઓ મોક્ષે જાય છે અથવા તે સદગતિ એટલે દેવગતિમાં જાય છે. હવે પુરૂષર્સિહ રાજકુમારને જીવ વૈજયંત નામના બીજા અનુત્તર વિમાનને વિષે તેત્રીસ સાગરોપમ વર્ષો સુધી દેવના સુખ જોગવી રહ્યા છે. તે (સુમતિનાથના જીવ) દેવ જિનનામ કર્મના પ્રભાવથી તે દેવ સંબંધી સુખોમાં આસક્તિ રાખતા નથી. ૪૩, સિદ્ધિના સુખ પામવાને મનુજ ભવને ચાહતા,
ભાવ જિનના જીવ ઉંચા ગ રંગે હાલતા: સમવસરણે ચઉ મુખે હું દેશના દઈ સર્વને,
ક્યારે પમાડીશ સિદ્ધિ માનીશ ધન્ય એવા દિવસને ૪૪ સ્પાઈ–દેવલોકમાં રહેલા આ પાંચમા તીર્થકરના જીવ મોક્ષનાં સુખ મેળવવાને માટે મનુષ્યભવને મેળવવાની ઈચ્છા રાખતા હતા. કારણ કે મનુષ્યગતિ સિવાય બીજી કઈ પણ ગતિમાંથી મોક્ષે જઈ શકાતું નથી. આ ભાવી તીર્થકરના જીવ ઉંચા પ્રકારના નિમલ માનસિક દિ યોગના અપૂર્વ આનંદમાં લીન રહેતા હતા. અને એવી ભાવના ભાવતા હતા કે હું સમવસરણમાં બેસીને ચાર મુખે ધર્મને ઉપદેશ આપીને સર્વ જીવોને કયારે સિદ્ધિના સુખોને પમાડીશ. જે દિવસે મારા આ મનોરથ પૂરા થશે, તેજ દિવસને હું ધન્ય (વખાણવા લાયક) માનીશ. ૪૪
ભાવી તીર્થકરના જીવનું જયંત વિમાનથી એવીને મંગલા પાણીની કુક્ષીમાં ઉપજવું, વગેરે બીનાને જણાવે છે –
ત્યાંથી ઍવીને તેહ શ્રાવણ શુકલ બીજ૮ અધ રણીએ,
સિંહર” મઘાર શશિ શ્રેષ્ઠ સમયે મંગલા કુખ અવતરે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org