Book Title: Deshna Chintamani Part 03 04 05
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 502
________________ કેશનચિંતામણિ ભાગ પાંચમ ] છે કે તરવારની તીક્ષણ ધાર ઉપર ચાલવાનું કામ જેમ ઘણું દુષ્કર છે તથા જેમ અગ્નિની જવાલાનું પાન કરવું ઘણું અઘરું છે તથા ત્રાજવા વડે પર્વતને તાળવાનું કામ જેમ અતિ આકરૂં છે તેમ ચારિત્રનું પાલન પણ ઘણું મુશ્કેલ છે. ૩૦ સરિતા તણું સામેજ પૂરે તરણ શત્રુ સમૂહને, એક હાથે જીતવું ને ગહન રાધાવેધને; સાધવે જિમ કઠીન તેથી બહુ કઠીન દીક્ષા કહી, દીક્ષા વિચાર તજી લહો સુખ શાંતિને અહિં રહી. ૩૧ સ્પાઈ–વળી માતાપિતા પુરૂષસિંહ કુંવરને ચારિત્રની દુષ્કરતા જણાવવાનાં પ્રસંગે બીજા પણ દષ્ટાન્ત આપતાં જણાવે છે કે નદીમાં ભારે પૂર આવેલું હોય તે વખતે તે નદીનાં પૂરમાં સામે જવું જેમ મુશ્કેલ છે તેમ ચારિત્રનું પાલન પણ બહુ દુષ્કર છે, એમ જાણવું. વળી શત્રુના સમૂહને એટલે ઘણા દુશ્મનોને એકલા હાથે જીતવાનું કામ જેમ ઘણું મુશ્કેલ છે તેવું જ આ ચારિત્રનું પાલન મુશ્કેલ જાણવું. તથા ગહન એટલે અતિમુશ્કેલીવાળા રાધાવેધને સાધવાનું કામ જેમ ઘણું આકરૂં છે તેમ તેનાથી પણ દીક્ષાનું પાલને ઘણું કઠણ કહેલું છે. માટે હે પુત્ર! તું દીક્ષા લેવાને વિચાર છેડી દે અને તેને મળેલાં આ રાજ્ય વગેરેનાં સુખને અહીં આ રહીને શાંતિથી ભેગવ. ૩૧ રાજકુંવર માતા પિતાને આ સંસારમાં ભોગવવાં પડતાં દુખે બે શ્લોકોમાં જણાવે છે– કુંવર બેલે જનક જનની ! જેહ કષ્ટ ભવ વિષે, - તાસ આગળ ચરણ કષ્ટો અલ્પ તિમ હિતકર દીસે, પીડા ભયંકર નરકની ન કહી શકાએ વચનથી, સુણતાં પમાડે ત્રાસ કપે હૃદય પણ મુજ નિયમથી. ૩૨ સ્પષ્ટાથે–તે વખતે પોતાના માતા પિતાને સમજાવતાં રાજકુંવર પુરૂષસિંહ કહે છે કે હે જનક! જનની ! આ સંસારમાં રહીને જે કષ્ટ સહન કરવો પડે છે તેની આગળ આ ચારિત્રમાં સહન કરવાનાં કણે કાંઈ હિસાબમાં નથી. એટલું જ નહિ પરંતુ આ કો તે સંયમી જીવને કર્મની નિર્જરા કરવામાં બહુ જ મદદગાર થાય છે. એટલે આ ચારિત્રનાં કો સમતા ભાવે સહન કરવાથી જીવનાં ઘણાં કર્મો ભેગવાઈ જાય છે, માટે સંસાર ભીરૂ જીવને આ ચારિત્રનાં કષ્ટો ખરી રીતે કષ્ટ રૂપે લાગતાં નથી. આ સંસારમાં ભેગવવાં પડતાં દુઃખે કેવાં ભયંકર છે તે જણાવતાં કહે છે કે નરકની અંદર ગએલા જીવને જે ભયંકર પીડાઓ ભાગવવી પડે છે તેનું વર્ણન વચનથી પણ કરી શકાતું નથી. તેમજ વચનથી તેનું વર્ણન સાંભળતાં પણ આપણને ત્રાસ થાય છે અથવા ભય ઉપજે છે. અને મારું હૃદય પણ તે સાંભળીને કંપાયમાન થાય છે. નારકીમાં ત્રણ પ્રકારની વેદના કહી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616