________________
૫૫
૫
દેશનચિંતામણિ ભાગ ૨
ચૈત્યવૃક્ષ૫ પ્રદક્ષિણા કરતા નમંતા તીર્થને,
દેવજીંદા મધ્યમાં પૂર્વાભિવદન સિંહાસને, બેસતા પ્રભુદેવ સુર નર સંધ યોગ્ય દ્વારથી,
પેસતા એગ્ય સ્થલે સૌ બેસતા બહુમાનથી. સ્પષ્ટાથે–ત્યાં આગળ પ્રભુ ચૈત્યવૃક્ષને (૫) પ્રદક્ષિણા કરે છે. તે પછી તીર્થને નમીને એટલે “તીર્થાય નમઃ” એ પ્રમાણે બોલીને અંદરના ગઢના મધ્યભાગમાં રહેલા સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે છે. તે વખતે દેવ અને મનુષ્યના સમુદાય પણ પિત પિતાને પ્રવેશ કરવા યોગ્ય દ્વારથી (દરવાજેથી) પ્રવેશ કરીને ઉચિત સ્થાને પ્રભુ શ્રી અભિનંદન સ્વામીને બહુમાન પૂર્વક વંદન કરીને બેસે છે. પર સૌધર્મેન્દ્ર પ્રભુની સ્તુતિ કરે છે તે પાંચ કલેકમાં જણાવે છે – શક રોમાંચિત બની પ્રણમી પ્રભુ સ્તવના કરે,
હે દેવ! આજે ધન્ય હું જે આપના દર્શન કરે, પુણ્યશાલી પુણ્ય અવસર પુણ્યયેગે પામતા,
આપ પુણ્યાકર્ષણે અહીંયા અમે ઝટ આવતા. સ્પાઈ–તે વખતે શક એટલે સૌધર્મેન્દ્ર ભક્તિ અને બહુમાનથી રોમાંચિત બનીને પ્રભુને પ્રણામ કરીને આ પ્રમાણે સ્તુતિ કરે છે–હે દેવ ! હું આજે મારા આત્માને ધન્ય માનું છું, કારણ કે આજે મને આપ શ્રી સર્વજ્ઞ તીર્થંકર પ્રભુના દર્શન થયાં છે. વ્યાજબીજ છે કે પુણ્યવંતા છ પ્રબલ પુણ્યના ગે (ઉદયે) પુણ્ય (પવિત્ર) અવસરને પામે છે. આપના પ્રબલ પુણ્યના પ્રભાવથી આકર્ષાએલા અમે આપની ભક્તિને માટે અહીં જલ્દી આવ્યા છીએ ૫૩. દેવસુખ આનંદથી પણ આપના સાન્નિધ્યને,
આનંદ ચઢીયાતેજ માનું સંગ સારે આપને; કુમતિ ટાળી ચિત્તને નિર્મલ કરે દેષ હરે,
કરૂણાદિ સદગુણ કમલને વિકસાવનારે રવિ પરે. ૫૪ સ્પષ્ટાધ–હે પ્રભુ! હું મારા દેવ ભવ સંબંધિ વિવિધ સુખના આનંદ કરતાં પણ આપના સાન્નિધ્યને એટલે આપની પાસે રહેવાથી મળતા આનંદને અધિક માનું છું, કારણ કે આપને સંગ અથવા સેબત દેવ સુખના કરતાં વધારે સારે (સારી) લાગે છે. વળી તમારી સેબત મારી કુમતિ એટલે ખરાબ બુદ્ધિને (મેહ વાસનાદિને દૂર કરે છે, તેમજ મારા ચિત્તને નિર્મલ બનાવે છે. વળી આપની સોબત રાગાદિ દેને દૂર કરે છે. કારણ કે આપના ગુણની વિચારણા કરતાં ભાવ શત્રુઓનું જેર જરૂર ઘટે છે. આ રીતે આપની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org