________________
દેશનાચિંતામણિ ભાગ ચ ]. ણમાં પણ મરણ પામે છે. માટે દરેક સંસારિ જીવને વૃદ્ધાવસ્થા (ઘડપણ આવવા)ને નિયમ નથી. ૭૧ ઘડપણમાં જીવની કેવી દશા થાય છે? તે પાંચ àકેમાં જણાવે છે – વાળને ધોળા બનાવે કાંતિ રસ હીન તનું કરે,
ઘડપણ ઘણને ત્રણ લકાર વધારતું સુખને હરે; પુણ્ય મેગે ધર્મના સંસ્કારથી સુખ પામતા,
બીજા પુત્રાદિથી પણ મદદ આદિ ન પામતા. ૭ર સ્પષ્ટાથ–પરંતુ જેઓને વૃદ્ધાવસ્થા આવે છે તેવા જીવોની કેવી દશા થાય છે તે જણાવતાં કહે છે કે જ્યારે ઘડપણ આવે છે ત્યારે માણસના વાળ પહેલાં કાળા હતા, તે ધાળા બની જાય છે. કે જેને પળીયા આવ્યા એમ કહેવાય છે. અને આ ઘડપણને લીધે માણસનું શરીર કાંતિ ( શોભા, તેજ ) વિનાનું તેમજ રસ વિનાનું બની જાય છે. તથા આ ઘડ૫ણને લીધે ઘણાં જીવમાં ત્રણ લકારની વૃદ્ધિ થાય છે, તે ત્રણ લકાર આ પ્રમાણે જાણવા–૧ લોભ એટલે વધારે વધારે મેળવવાની ઈચ્છા રહ્યા કરે છે. ૨ લાલચ એટલે સારું સારૂં ખાવાની ઈચ્છા થાય છે. ૩ લવલવ એટલે અધિક લવાર કરે છે. એટલે આ ઘડપણ વારે ઘડીએ બીનજરૂરી બલબલ કર્યા કરે છે. તેમજ સુખનું હરણ કરે છે. કેટલાક ભાગ્યશાળી (ગણ્યા ગાંઠ્યા) જ ધર્મના પહેલાંના દઢ સંસ્કારને લીધે ઘડપણમાં પ્રાયે સુખ શાંતિને અનુભવે છે. પરંતુ બીજા ઘણાં વૃદ્ધ જીવો તો પિતાનાજ પુત્ર વગેરે કુટુંબીઓની મદદને પણ મેળવી શક્તા નથી. કારણ કે પુત્રાદિક સર્વ સ્વાર્થનાં સગાં હોવાથી જ્યાં સુધી તે વૃદ્ધની પાસેથી દ્રવ્યાદિક મળતાં હોય ત્યાંસુધી સારવાર કરે છે. પરંતુ જ્યારે તેની પાસેથી કાંઈ (ધન વગેરે) મળતું નથી, ત્યારે તે પુત્રાદિ સામું પણ જોતાં નથી. પરંતુ જે સપૂત (ખાનદાન દીકરા) હોય તે તે ઠેઠ સુધી વૃદ્ધનું પાલન-પોષણ કરે છે. બાકી બીજા સ્વાર્થિ છે તે તે વૃદ્ધની બીલકુલ સંભાળ પણ રાખતા નથી. તેથી વૃદ્ધાવસ્થામાં તેવા જી ઘણું દુ:ખ પામે છે. માટે જ કહ્યું કેસંસારિ જીને ઘડપણમાં પણ કેઈનું શરણ હોતું નથી. તેથી વહેલાસર ચેતીને સાચા શરણરૂપ શ્રી જિન ધર્મની પરમ ઉલ્લાસથી સાવિકી આરાધના કરવી, એજ મુક્તિનું અદ્વિતીય સાધન છે. ૭૨
પૂર્વે કરેલી શીલ કેરી સાધના આરોગ્યને,
આપતી પણ કઈ વૃદ્ધો ભેજનાદિક કષ્ટને બહુ સહે ધનના અભાવે ભાવ પૂછે કઈ ના,
સ્વાર્થનીજ સગાઈ સ્વાર્થ ભાવ પૂછે વૃદ્ધના. ૭૩ સ્પદાર્થ –જેમણે પૂર્વે શીલની સાધના કરી હોય અથવા બ્રહ્મચર્યનું સારી રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org