________________
દેશનાચિંતામણિ ભાગ છે ].
૧૦૩ તથા તીર્થને વિચ્છેદ કાલ (૧૫) આ ત્રણે કાલની બીના જે પ્રમાણે શ્રી સંભવનાથની દેશનામાં કહી છે, તે પ્રમાણે આ પ્રભુ શ્રી અભિનંદન સ્વામીના જીવનમાં પણ જાણી લેવી. ૧૦૮ પ્રભુના યક્ષનું સ્વરૂપ જણાવે છે – યક્ષ યક્ષેશ્વર૧૦૬ કરી પર બેસ તસ દેહની,
શ્યામ કાંતિ તેમ જમણી બે ભુજાઓ તેહની, અક્ષસૂત્ર બીજેરૂ ધારે નકુલ અંકુશ રાખતી,
ડાબી ભુજા બે નાથ ભક્તિ તાસ ચિત્ત ચળકતી. ૧૦૯ સ્પષ્ટાથે-તથા આ પ્રભુ શ્રી અભિનંદન સ્વામીના શાસનને રક્ષક યક્ષ યક્ષેશ્વર (૧૦૬) નામને દેવ હતો. અને તે પિતાના વાહનરૂ૫ હાથી ઉપર બેસતે હતે. અથવા તેને વાહન તરીકે હાથી હતા. તથા તે દેવના શરીરનો વર્ણ કાળ હતું. તેમજ તે યક્ષને ચાર ભુજાઓ હતી. તેમાંની બે જમણી ભુજાઓએ કમસર અક્ષસૂત્ર તથા બીજેરૂં ધારણ કર્યા હતા અને ડાબી તરફની બે ભુજાઓ કમર નકુલ (નાળીયે) તથા અંકુશને ધારણ કરતી હતી. તથા આ યક્ષના ચિત્તને વિષે પ્રભુની ભક્તિ ચળતી હતી એટલે આ યક્ષ પ્રભુ શ્રી અભિનંદન સ્વામીની ભક્તિમાં સદા તત્પર રહેતા હતા. ૧૦૯ કાલિકા યક્ષિણીનું સ્વરૂપ જણાવે છે – શ્યામ વર્ણ કાલિકા ૭ પંકજ વરાસન બેસતી,
તેહની દક્ષિણ ભુજા બે વરદ પાશે શેભતી, ડાબી ભુજા બે નાગ અંકુશ ધારતી પ્રભુ ભક્તના
ઈષ્ટ પૂરે વિપ્ન ચૂરે ગાય ગુણ પ્રભુ દેવના. ૧૧૦ સ્પષ્ટા - વળી પ્રભુ શ્રી અભિનંદન સ્વામિના શાસનની રક્ષિકા દેવી કાલિકા નામની (૧૦૭) હતી તે પંકજ એટલે કમળના (કમળરૂ૫) ઉત્તમ આસન ઉપર વિરાજમાન (શેભતી) હતી. અને આ યક્ષિણીને પણ ચાર ભુજાઓ હતી. તેમાં જમણું બાજુની બે ભુજાઓ અનુક્રમે વરદ તથા પાશથી શે ભાયમાન હતી. તથા તેની ડાબી બાજુની બે ભુજાઓ અનુક્રમે નાગ તથા અંકુશથી શોભતી હતી. તેમજ આ યક્ષિણી પ્રભુને ભક્ત જીના મનવાંછિત પૂરા કરતી હતી. ને તેમના ઉપદ્રવાદિ તમામ વિઘોને પણ ચૂરતી હતી એટલે મૂલમાંથી નાશ કરતી હતી. તથા તે દેવી પ્રભુ શ્રી અભિનંદન સ્વામીના ગુણોને ગાતી હતી. (પ્રશંસા કરતી હતી.) ૧૧૦ પ્રભુના પરિવાર વગેરેની સંખ્યા પાંચ લેકે માં જણાવે છે – કેવલી પ્રભુ ગામ નગરાદિક પ્રદેશે વિચરતા,
ત્રણ લાખ ૧૦ સાધુ હસ્ત દીક્ષિત નાથ પરિવારે હતા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org