________________
દેશનાચિંતામણિ ભાગ ]
૧૭.
દેવ નંદીશ્વર દ્વીપને વિષે ગયા. ત્યાં અફૂઈ–મહોત્સવ બહુજ ઉલ્લાસથી કર્યો. આ રીતે નિર્વાણ કલ્યાણકની અપૂર્વ તક સાચવીને દેવલોકમાં પિતાપિતાના સ્થાને ચાલ્યા ગયા. ૧૧૮ પ્રભુ શ્રી અભિનંદન સ્વામીની કુમારાવસ્થાને તથા ગૃહસ્થાવસ્થાને કાળ જણાવે છે – લાખ સાડી બાર પૂર્વે કુંવરભાવે નાથને,
સાડી છત્રીસ લાખ પૂર્વે આઠ પૂર્વાગે અને ભુપતા બેઉ મળી ગૃહિકાલપ૪ અડ પૂર્વાગને,
ગણ પચ્ચાશ લાખ પૂવ તિમ કહું વ્રત કાલને ૫૫. ૧૧૯ સ્પષ્ટા –પ્રભુ શ્રી અભિનંદન સ્વામી સાડી બાર લાખ પૂર્વે સુધી કુંવર અવ સ્થામાં રહ્યા અને નૃપતા એટલે રાજાપણાને કાલ સાડી છત્રીસ લાખ પૂર્વો તથા ઉપર આઠ પૂર્વાગ જેટલે (રાજ્યકાલ) જાણ. આ કુંવરપણાનો તથા રાજાપણને કાલ ભેગા કરીએ ત્યારે આ ચોથા તીર્થંકર પ્રભુને ગૃહિકાલ (૧૫૪) એટલે ગૃહસ્થપણાને કાલ સમજાય છે. એટલે બને કાલ ભેગો કરીએ ત્યારે એગણ પચાસ લાખ પૂર્વે અને ઉપર આઠ પૂર્વાગ જેટલે કાલ ગૃહસ્થપણાને જાણે. હવે પ્રભુને વ્રતકાલ (૧૫૫) એટલે દીક્ષા લીધા પછી કાલ કેટલે જાણવો? તે આગળના લેકમાં જણાવે છે. ૧૧૯ પ્રભનો દીક્ષા કાલ વગેરે જણાવે છે – આઠ પૂવગ ઊણ ઇગ લખ પૂર્વ દીક્ષા નાથની,
પૂર્ણાયુ લાખ પચાશ૧૫૬ પૂરવ મુક્તિથી સંભવતણું; દશ લાખ કોડી સાગરે નિર્વાણ ૫૭ અભિનંદનતણું,
આંતરૂં એ નાથ સંભવ દેવ અભિનંદનતણું. ૧૨૦ સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રી અભિનંદન સ્વામીને દીક્ષાકાલ એક લાખ પૂર્વેમાં આઠ પૂર્વાગ બાદ કરતાં જેટલો બાકી કાલ એટલો પ્રભુને કાલ રહે, તેટલા કાલ પ્રમાણ જાણવે. આ દીક્ષા લીધા પછી મોક્ષે ગયા ત્યાંસુધીને (એટલે કેવલીપણાના કાલ સહિત આ કાલ જાણ. અને બધું મળીને ભગવાન શ્રી અભિનંદન સ્વામીનું પચાસ લાખ પૂર્વનું (૧૫૬) સંપૂર્ણ આયુષ્ય જાણવું. અહીં સમજવાનું એ છે કે-ગૃહસ્થ પર્યાયમાં સાધુ પર્યાય ઉમેરવાથી આ ચોથા તીર્થંકર પ્રભુનો સંપૂર્ણ આયુષ્યકાળ આવે છે. તથા ત્રીજા શ્રીસંભવ. નાથના મોક્ષે ગયા પછી દશ લાખ કોડ સાગરોપમ પ્રમાણુકાલ વીત્યા બાદ શ્રી અભિનંદન સ્વામીનું નિર્વાણ (૧૫૭) એટલે મેક્ષગમન થયું છે. એટલે ત્રીજા શ્રી સંભવનાથને અને ચોથા શ્રી અભિનંદન સ્વામીને દશ લાખ કોડ જેટલે આંતરાને કાલ જાણો. ૧૨૦
પ્રભુ મોક્ષે ગયા ત્યારે ચોથા આરાને કાલ કેટલું હતું તે જણાવી બે શ્લોકોમાં બાકીના દ્વાર પુરાં કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org