________________
દેશનાચિંતામણિ ભાગ ચ ].
પs
કરવાની ભાવના રાખે છે. વળી બીજા સંસારી જી પિતાના ભક્ત તરફ પક્ષપાત કરે છે, ત્યારે તમે તમારા ભક્તની ઉપેક્ષા કરે છે. આવી ઉત્તમ પ્રકારની આપના જીવનની વિચિત્રતાને વિરલા સમજુ પુરૂજ સમજી શકે છે. તથા હે પ્રભુ! આપની ઉત્તમ પ્રકારની સમાધિ અથવા ચિત્તની સ્થીરતા દેખીને સમજુ પુશાલી ભવ્ય જી આપના સ્વરૂપની વિચારણામાં લીન બનીને નિજ ગુણ રમણતાના અપૂર્વ આનંદને અનુભવે છે. આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે–પ્રભુ શ્રી અભિનંદન સ્વામીએ પિતાના આત્માને પરમ સમાધિમાં એ જેડી દીધો છે કે જેથી પ્રભુદેવને “હું સુખી છું કે દુઃખી છું અથવા સુખી કે દુઃખી નથી' આ સંકલ્પ પણ મનમાં થતું નથી. તથા હે પ્રભુ! જે (ગ)માં ધ્યાતા ( ધ્યાન કરનાર), ધ્યેય (ધ્યાન કરવા લાયક જિનભૂત્તિ વગેરે પ્રશસ્ત આલંબને) અને ધ્યાન, આ ત્રિપુટી એકતા (એકસ્વરૂપ)ને પામેલી છે. આવા પ્રકારના–આ૫ના મહાપ્રભાવક વેગને-મહાભ્યને વિરલા સમ્યગ્દષ્ટિ પુણ્યશાલી ભવ્ય જીવે જ શ્રદ્ધાપૂર્વક યથાર્થ સ્વરૂપે સમજી શકે છે. પણ બીજા સામાન્ય છે તે તે સંબંધી વિચારણા કરી શકતા નથી. આ રીતે પરમ સમાધિ અને યોગ સામ્રાજ્યને પામેલા હે અભિનંદન સ્વામી ! આ સેવક આપના ચરણ કમલમાં બે હાથ જોડીને વારંવાર મસ્તક નમાવે છે. પ૬.
મારે તમારે આશરે આ દાસને ઉદ્ધારો,
ભૂલની કઈ માફ કિંકર પર દયા નિત રાખજે, મુક્તિને દેનાર ભક્તિ પુણ્યના ભેગે મળી,
આવા સમય મલાજે ભવભવ આજ મુજ આશા ફળી. ૫૭ સ્પાઈ– વળી હે પ્રભુ! મારે તે તમારે જ આશરે એટલે આધાર છે. આવી ભાવનાથી આપના શરણે આવેલા (તમારા) આ દાસને અથવા ભકતને ઉદ્ધાર કરજે. અને મારી કઈ પણ ભૂલચૂક થઈ હોય તેની માફી આપને તથા આપના આ સેવક ઉપર હંમેશાં દયા ભાવ રાખજે. તેમજ હું ચોકકસ માનું છું કે મારા ઉત્તમ પ્રકારના પ્રબલ પુણ્યના ઉદયે જ સંસારના સઘળા દુઃખથી મૂકાવનારી–મોક્ષના સુખને આપનારી આપની ભકિત આજે મને મળી છે. છેવટે મારી ભાવના એજ છે કે-આ શુભ અવસર મને ભવોભવ મળજે. આપના પુણ્ય પ્રભાવે આજે મારી આશા સફળ થઈ છે. તેથી હું મારા આત્માને ધન્ય માનું છું. ૫૭. પ્રભુની દેશનાનું સ્વરૂપ જણાવતાં પ્રથમ ચાર પ્રકારના શરણ ત્રણ લેકમાં જણાવે છેઇમ સ્તવી શકેદ વિરમ્યા એક જન પ્રસરતી,
ગંભીર ગિરાએ કેવલી ઘે દેશના સુખ આપતી; હે ભવ્ય જીવે ! આપદાની ખાણ રૂપ સંસારમાં,
વસતા જનેને શરણરૂપ ના કેઈ પણ સ્વજનાદિમાં, ૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org