________________
દેશનાચિંતામણિ ભાગ ચાળે ].
એક પિટી તેમણે જોઈ. તે જોઈને બને બોલ્યા કે “આ પેટીમાં જે કાંઈ હોય તે આપણે બન્નેએ વહેંચી લેવું.” પછી તેણે પિતાના સેવકે પાસે તે પેટી કઢાવીને ઉઘાડી, તે તેમાં લિંબડાનાં પાંદડાંમાં ભારેલી કાંઈક શ્યામ વર્ણવાળી એક અચેતન થઈ ગયેલી કન્યા દીડી. તેને જોઈને “ આ શું !” એમ એ બોલ્યા. ત્યારે શંખદ કહ્યું કે “ખરેખર આ બાળાને સર્પદંશ થવાથી મરેલી ધારીને કેઈએ પેટીમાં નાંખી સમુદ્રમાં મૂકી દીધી, છે, પણ જૂઓ ! હું તેને હમણાજ જીવતી કરું છું.” એમ કહીને જળ મંત્રીને તેના પર છાંટયું કે તરત જ તે કન્યાને ચેતન આવ્યું. પછી તેને ખાન, પાન, સ્નાન અને અંગલેપન વિગેરે ઉપચાર કર્યા, એટલે તે સર્વ અંગે સુંદર દેખાવા લાગી. એકદા શંખદત્ત શ્રીદત્તને કહ્યું કે “મેં આને જીવતી કરી છે, માટે હું તેને પરણીશ.” ત્યારે શ્રીદત્ત બોલ્યો કે “એમ બેલ નહીં, એમાં આપણા બન્નેને ભાગ છે, માટે તું મારી પાસેથી તેનું જે મૂલ્ય થાય તેના અર્ધા નાણા લે. તેને તે હું જ પરણીશ. તે તેને જીવિત દાન આપ્યું છે, માટે તું તો તેને પિતાતુલ્ય થયે.” એ પ્રમાણે તે બન્ને મિત્રો વિવાદ કરવા લાગ્યા. કહ્યું છે કે
હા ! ના નિર્મિતા. કેન, સિદ્ધિસ્વર્ગાર્ગલાઃ ખલુ
યત્ર ખલન્તિ તે મૂઢા, સુરા અપિ નરા અપિ ૧છે અ_“અહો ! મોક્ષની અને સ્વર્ગની અર્ગલારૂપ સ્ત્રીઓને કેણે બનાવી કે જ્યાં દેવતાઓ અને માણસો મૂર્ખ બનીને ખલનાને પામે છે?” (ભાન ભૂલી જાય છે).
તે બનેને વિવાદ જોઈને વહાણના માલીકે કહ્યું કે “હે શેઠિયાઓ ! આ વહાણ આજથી બે દિવસે સુવર્ણપુરને કાંઠે પહોંચશે, ત્યાં ડાહ્યા માણસે તમારા વિવાદનો નિર્ણય કરી આપશે, માટે ત્યાં સુધી તમે ઝઘડો બંધ રાખે.” તે સાંભળીને બને જણ મૌન રહ્યા. પછી શ્રીદત્ત વિચાર્યું કે “આ મારા મિત્રે આ કન્યાને જીવિતદાન આપ્યું છે, માટે
કે તે તેને જ તે કન્યા આપવાનું કહેશે, તેથી હું અત્યારથી જ તે કન્યાને મેળવવાનો ઉપાય કરું.” એમ વિચારીને નાવની ઉપલી ભૂમિપર બેસીને તેણે એકદમ આ રીતે મિત્રને બોલાવ્યો કે “ હે મિત્ર ! જલદી અહીં આવ, અહીં આવ, મેટું કૌતુક જોવાનું છે. બે મુખવાળો મચ્ય વહાણની નીચે જાય છે. તે સાંભળીને શંખદત્ત આવીને નીચે જુએ છે. તેટલામાં તેને શ્રીદત્ત સમુદ્રમાં નાંખી દીધા. પછી નાવના લોકેને વિશ્વાસ પમાડવા માટે તે ફેગટનો પિકાર કરવા લાગ્યો. અનુક્રમે તેના વહાણે ક્ષેમકુશળ સુવર્ણ પુરે પહોંચ્યા. ત્યાં શ્રીદત્ત તે કન્યાને લઈને રહ્યો. પછી ત્યાંના રાજા પાસે જઈને તેણે મોટી ભેટ કરી, એટલે રાજાએ તેનું ઘણું સન્માન કર્યું. પછી શ્રીદત્ત તે કન્યાની સાથે લગ્ન કરવા માટે સારું મુહૂર્ત શોધવા લાગે.
હવે તે હમેશાં રાજસભામાં જતો હતો ત્યાં એકદા તેણે રાજાની ચમરધારિણીને જોઈ, એટલે તેનાં સૌન્દર્યથી મોહ પામીને તેણે કઈ માણસને તેનું સ્વરૂપ પૂછયું. ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org