________________
[ શ્રી વિજ્યપધરિકૃતસોબત દેને દૂર કરે છે એટલું જ નહિ, પરંતુ કરૂણાદિ એટલે દયા વગેરે સારા ગુણે રૂપી કમલેને સૂર્યની જેમ વિકસિત કરે છે. જેમ સૂર્યને ઉદયથી કમલે પ્રકુટિલત થાય છે તેમ આપની સેબત રૂપી સૂર્યના સુંદર પ્રકાશથી દયા વગેરે ઉત્તમ ગુણે રૂપી કમલો વિકસ્વર બને છે, ૫૪
પર્ષદા બારે કૃતારથ દેશના હિતકારિણી,
આપની હમણાંજ સુણશે ત્રિવિધ દુખ સંહારિણી; અપકારી પર પણ ભાવ કરૂણું રાખનારા આપ છો,
વિશ્વ ચિંતામણિ જિનેશ્વરે ! વિશ્વ તારક આપે છે. ૫૫ અષ્ટાથે હે પ્રભુ! આજે ભારે પ્રકારની પર્વદા કૃતાર્થ થશે. કારણ કે તે આપની હિતને કરનારી દેશના હમણાં જ સાંભળશે. આ દેશના ત્રિવિધ એટલે મન, વચન અને કાયાના એમ ત્રણ પ્રકારના દુઃખને નાશ કરનારી છે. આ પ્રસંગે સાધુ, સાધ્વીઓ, ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એમ ચાર પ્રકારના દે તથા ચાર પ્રકારની તેમની દેવીઓ એમ ૧૦ પ્રકાર થયા. તથા મનુષ્યો અને તેમની સ્ત્રીઓની બે પર્વદા એમ કુલ બાર પ્રકારની પર્ષદા જાણવી. વળી હે પ્રભુ! આપ અપકારી ઉપર પણ ભાવ કરૂણા રાખનારા છે. એટલે જે તમારા ઉપર અપકાર કરનાર છે, તેના ઉપર પણ તમે દયાભાવ રાખીને તેમને તારો છે. કારણ કે તમને એવી ભાવના થાય છે કે મને દુઃખ આપનાર આ જીવની ધાર કર્મો બાંધવાથી કેવી દશા થશે ? અને મારું અનિષ્ટ કરનાર જીવનું પણું કલ્યાણ થાવ. આવી ભાવના રૂપી ભાવ કરૂણાના ભંડાર જેવા આપે છે કે હે પ્રભુ! તમે જગતના ભવ્ય જીના મનવાંછિત પૂરવાને ચિંતામણિ રત્ન સમાન છે. વળી સદુપદેશ આવીને આ૫ જગતને ઉદ્ધાર કરે છે માટે આપ વિશ્વના તારક (તારનારા) પણ છે. પપ. હિંસકે પર પણ કરે ઉપકાર ભક્ત જનો તણી,
કરતા ઉપેક્ષા આપ એજ વિચિત્રતા તુજ જીવનની, સમજી જને સમજી શકે ઉત્તમ સમાધિ આપની,
દેખતા પ્રકટાવતે સમૃદ્ધિને નિજ ગુણ તણી. પ૬ સ્પષ્ટા–હે પ્રભુ! તમે હિંસક પુરૂષની ઉપર ઉપકાર કર્યો, અને જે ભવ્ય છે તમારા આશરે (શરણે રહ્યા હતા તેમની ઉપેક્ષા કરી, એવા આપના વિચિત્ર ચરિત્રને કણ અનુસરી શકે? એટલે તમારા અલૌકિક જીવન ચરિત્ર તરફ જતાં વિચિત્રતા એ જણાય છે કે બીજા સંસારી છે તે હિંસા કરનારા અથવા દુઃખ આપનારા જેને મારવાની ભાવના રાખે છે, પરંતુ તમે તો તેમના ઉપર પણ મારવાની લગાર ભાવના પણ ન રાખતા ઉપકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org