________________
દેશનાચિંતામણિ ] એટલે તે સ્ત્રીને જાતિ સ્મરણ જ્ઞાન થવાથી તેણે પિતાને પૂર્વભવ જાણીને કહી બતાવ્યો. તે સાંભળીને ગોવિંદે પિતાની સ્ત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી.
આ સમયે શ્રી ગૌતમસ્વામીએ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને પૂછયું કે “હે ભગવંત! તેણે પિતાને પૂર્વભવ શો કહી બતાવ્યો કે જેથી ગોવિંદને પણ વૈરાગ્ય ઉપ?” એટલે ભગવાન બોલ્યા કે “તે સ્ત્રીએ લાખ ની પહેલાના ભાવમાં ધર્મ કરતાં દંભ કર્યો હતો. પૂર્વે તે ક્ષિતિપ્રતિષ્ઠ નગરના રાજાની રૂપી નામની પુત્રી હતી. તે પુત્રીનું પાણિગ્રહણ થયું કે તરત જ તેને પતિ મૃત્યુ પામ્યા એટલે તે રુપી વિધવા થવાથી તેણે શીલના રક્ષણ માટે ચિંતામાં પ્રવેશ કરવા પિતાના પિતાની પાસે રજા માગી. રાજાએ કહ્યું કે “હે પુત્રી ! ચિતામાં પ્રવેશ કરવાથી પતંગના મૃત્યુની જેમ નિષ્ફળ મરવાપણું છે, તેથી તું તે વાત છોડી દઈને જૈનધર્મમાં રક્ત થઈ શીલવ્રતનું પાલન કર.” તે સાંભળીને રુપીએ ભાવથી શીલ અંગીકાર કર્યું. અન્યદા તે રાજા પુત્ર રહિત મરણ પામ્યા, એટલે પ્રધાનેએ તે પુત્રીનેજ ગાદી પર બેસાડી, અને તેને રુપીરાજાના નામથી બોલાવવા લાગ્યા. અનુક્રમે રુપી યુવાવસ્થા પામી. તેના શરીરમાં કામદેવે પ્રવેશ કર્યો. એકદા સભાને વિષે શીલસન્નાલે મને મંત્રી બેઠા હતા તેની સામું પીએ સરાગ દષ્ટિએ જોયું. તે મંત્રીએ પણ તેના ચિત્તને અભિપ્રાય જાણી લીધો એટલે શીલભંગથી ભીરુ. મંત્રી ગુપ્ત રીતે નગરની બહાર નીકળી ગયો અને વિચારસાર નામના કેઈ બીજા રાજાને સેવક થઈને રહ્યો. એકદા તે રાજાએ મંત્રીને પૂછયું કે “તે પ્રથમ જે રાજાની સેવા કરી હતી તેનું નામ તથા તારું કુળ, જાતિ, નગર વિગેરે કહે.” મંત્રીએ કહ્યું કે “મેં જે રાજાની પ્રથમ સેવા કરી હતી તેની આ મુદ્રા જુઓ. બાકી તેનું નામ તે ભેજન કર્યા પહેલાં લેવું યોગ્ય નથી; કેમકે જે ભેજન અગાઉ તેનું નામ લેવામાં આવે તો તે દિવસ અન્ન વિનાને જાય છે.” તે સાંભળીને રાજા વિસ્મય પામ્યો, એટલે તરતજ સભામાં ભેજનસામગ્રી મંગાવી, હાથમાં કવળ લઈને મંત્રીને કહ્યું કે “હવે તે રાજાનું નામ લે.” જ્યારે મંત્રીએ “પીરાજા” એ પ્રમાણે નામ કહ્યું કે તરતજ “શત્રુરાજાએ આપના નગરને ઘેરે ઘા છે” એ વાક્ય રાજાએ સાંભળ્યું. તત્કાલ કવળ નાખી દઈને રાજા યુદ્ધ કરવા ગયો. પરસ્પર મોટું યુદ્ધ ચાલ્યું. તે વખતે યુદ્ધનું નિવારણ કરવા માટે શીલસન્નાહ પણ ત્યાં ગયો. તેને મારવા માટે શત્રુના સુભટ તેની સન્મુખ આવ્યા. તેમને શાસનદેવીએ ખંભિત કર્યા, અને આકાશવાણી કરી કે “નમેતુ શીલસન્નાહાય બ્રાચર્યરતાય “બ્રહ્મચર્યમાં આસક્ત એવા શીલસન્નાહને નમસ્કાર છે એમ બેલી દેવતાઓએ શીલસન્નાહ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. શીલસાહ તે વાક્ય સાંભળીને વિચાર કરવા લાગે એટલે તરત જ તેને જાતિસ્મરણ થયું. અને અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થયું. તત્કાળ તેણે પંચમુષ્ટિ લેચ કરી ચારિત્ર અંગીકાર કર્યું. પછી તે મુનિના ઉપદેશથી તે બન્ને રાજાઓ બંધ પામી યુદ્ધથી નિવૃત્ત થયા. પૂર્વભવમાં શીલસન્નાહ મુનિ સાવય વચન બોલ્યા ૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org