________________
| શ્રી વિજ્યપદ્યસૂરિકૃત(૧) નામ તીર્થ–કોઈનું તીર્થ એવું નામ પાડીએ તે પુરુષ, નામ નિક્ષેપાની અપેક્ષાએ (નામનુ) તીર્થ કહેવાય.
(૨) સ્થાપના તીર્થ—તીર્થને નકશે, જેમ શ્રી શત્રુંજયાદિ તીર્થના પદ છબી વગેરે.
(૩) દ્રવ્ય તીર્થ–બીજાઓ (અન્ય ધાર્મિક) જેને તીર્થ તરીકે સ્વીકારે છે, એવા લૌકિક તીર્થો, કે જેઓ બાહ્ય મલને દૂર કરે પણ આંતર મેલ (કર્મથી થયેલી જીવની મલિનતા)ને દૂર કરી શકે નહિ.
(૪) ભાવ તીર્થ–જે સકલ કર્મમલને દૂર કરી ઠેઠ મુક્તિ સુધીના પણ લાભ આપવાને સમર્થ હોય એવા અનંત તીર્થકર ગણધર સમલંકૃત શ્રી શત્રુંજય વગેરે પવિત્ર તીર્થ, કલ્યાણભૂમિ વગેરે પવિત્ર સ્થળો.
- શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામી તથા પૂજ્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજે આ બાબત સ્પષ્ટ કહ્યું છે કે કર્મોનો ક્ષય, ઉપશમ, ક્ષપશમ જેમ દ્રવ્ય, કાલ, ભવ, ભાવ નિમિત્ત થાય છે, તેમ ઉત્તમ ક્ષેત્રના નિમિત્તે પણ થઈ શકે છે. વળી એ પણ જગજાહેર છે કે શારીરિક સુધારણાને માટે જેમ દવાખાના વગેરે સાધન છે તેમ માનસિક સુધારણાને માટે એટલે મનને નિર્મલ બનાવવા માટે અને શાંતિમય જીવન ગુજારવા માટે શ્રી શત્રુંજયાદિ તીર્થભૂમિ આદિ પવિત્ર સ્થળો વિશિષ્ટ સાધન છે.
આઠમા અંગ તરીકે પ્રસિદ્ધ એવા શ્રી અંતકૃદશાંગ સૂત્રમાં કહ્યું છે કે –ઘણાએ મુનિવરો વગેરે “જ્ઞા સેને સિદ્ધા' એટલે સંયમાદિની સાધના કરી આ તીર્થ ભૂમિનાં સ્પર્શન, દર્શન, ધ્યાનાદિથી સકલ કર્મસમૂહ દૂર કરી મુક્તિપદને પામ્યા. શૈલક રાજર્ષિ, અને જેઓને બાલબ્રહ્મચારી શ્રીનેમિનાથ પ્રભુને વાંદીને આહાર કરવાનો નિયમ હતે એવા પાંચ પાંડેએ જ્યારે શ્રી રેવતાચલના રસ્તામાં સાંભળ્યું કે શ્રી નેમિનાથ પ્રભુ નિર્વાણ પદ પામ્યા ત્યારે વીસ કોડ મુનિવર અને કુંતી માતાની સાથે તે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ એ તીર્થોદ્ધારક પાંચ પાંડે, આ શ્રી શત્રુંજય ગિરિની ઉપર મહાલાભદાયી અણશણ કરી, ક્ષપક શ્રેણિમાં આરૂઢ થઈ, ચારે ઘાતી કર્મોને ખપાવી, કેવલી થઈને, યોગ નિષેધ કરી શિલેશી અવસ્થામાં અઘાતી કર્મjજને બાળી સિદ્ધિ પદને પામ્યા, એમ શ્રી જ્ઞાતાસૂત્રમાં કહ્યું છે. ચિત્રી પૂનમે પાંચ કોડ મુનિવરેની સાથે શ્રીપુડરિક ગણધર તથા ત્રણ કોડ મુનિવરોની સાથે (મહાસતી સીતાજીની પછી દીક્ષા ગ્રહણ કરનાર) શ્રી રામચંદ્રજી વગેરે ઘણએ ભવ્ય જુવો આ શ્રી શત્રુંજય તીર્થમાં સિદ્ધિપદ પામ્યા.
૧. એમનું બીજું નામ ઋષભસેન છે, તે શ્રી ભરતરાજાના પહેલા પુત્ર અને શ્રી ઋષભદેવ સ્વામીના પહેલા ગણધર જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org