________________
| શ્રી વિજયપર્ધારિત નિરંતર જાગૃત છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું તમે નિરંતર સેવન કરે. જેની મૂર્તિ માત્ર દષ્ટિમાર્ગમાં આવવાથી (એકચિતે જોવાથી પણ) ભવ્ય પ્રાણીઓના સમગ્ર પાપને હણે છે, એવા આબુપર્વત પર સ્થાપન કરેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુ સર્વ પ્રાણીઓને સુખના આપનારા છે.” હે રાજ! તમે આ પુરમાંજ એક નવીન ચૈત્ય કરાવીને તેમાં શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ સ્થાપના કરી હમેશાં દંભ રહિત નિર્મળ ભાવથી તેની પૂજા કરે, તેથી તમારા રોગની શાંતિ થશે.
આ પ્રમાણે મુનિએ કહેલે ઉત્તર સાંભળીને રાજાએ તરતજ શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય કરાવી તેમાં શ્રી પાર્શ્વનાથસ્વામીની કાંચનમય મૂર્તિ સ્થાપના કરી અને હમેશાં તેની ભક્તિપૂર્વક પૂજા કરવા માંડી. તેના પ્રભાવથી અનુક્રમે રાજાને સર્વ વ્યાધિ નષ્ટ થયો.
પાલણપુરના પ્રહૂલાદન નામના રાજાએ ભક્તિવડે જે પાર્શ્વનાથની મૂર્તિનું નિર્માપણ કર્યું તે મૂર્તિના સ્નાત્રનું જળ અન્ય રાજાને પણ પામી (ખસ) વ્યાધિનો નાશ કરનાર થયું. પ્રહૂલાદનપુરમાં પ્રહલાદન નામના ચિત્યમાં બિરાજેલા પ્રહૂલાદન નામના પાર્શ્વનાથસ્વામી ચંદ્રની જેમ પ્રાણીઓને પ્રહૂલાદ (હર્ષ) કરનારા થવાથી જગતમાં સાર્થક નામવાળા છે. આ રીતે પ્રમાદને ત્યાગ કરવાની અને તે પ્રસંગે જણાવેલ શ્રી શત્રુંજયાદિની બીને સમજીને ભવ્ય છાએ અપ્રમાદી થઈ તીર્થ સેવાદિ કરવાપૂર્વક મેક્ષ માર્ગની સાત્વિકી આરાધના કરી મેક્ષના સુખ મેળવવા, એમાંજ ખરી માનવજન્મની સાર્થકતા છે. ૧૫
પ્રમાદાદિ અશુભ નિમિત્તે ભૂલ જે હવે કદી,
તાસ પ્રાયશ્ચિત્ત લેજે ગુરૂકને સાચું વદી; લેને ગુણે બીજા તણું નિંદા ન સુણજે કાઈની,
સ્વાધ્યાય કરજો ભાવ હંમેશ લઘુતા આપની. ૧૬ સ્પષ્ટાર્થ_હે ભવ્ય જીવો! તમે પ્રમાદ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ખરાબ વિચાર, વેણ અને પ્રવૃત્તિ (કાયાથી થતી ક્રિયા) વગેરે અશુભ નિમિત્તેમાંના કેઈ પણ કારણથી કદાચ કષાયાદિના સેવન રૂપ ભૂલ થઈ જાય, તે ગાંભીર્યાદિ ગુણેને ધારણ કરનાર શ્રી આચાર્ય ભગવંત વગેરે સદ્દગુરૂઓની પાસે સરલ સ્વભાવે તે ભૂલને (જે રીતે થઈ હોય તે પ્રમાણે) યથાર્થ સ્વરૂપે કહીને પ્રાયશ્ચિત્ત લેજે. અને બીજા જીના ગુણોને જરૂર ગ્રહણ કરશે. તથા તમારે કેઈની પણ નિંદા કરવી નહી ને સાંભળવી પણ નહી. તેમજ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરજો, વળી તમે તમારી લઘુતા ભાવજો. એટલે અભિમાની અક્કડ થશે નહીં. આ રીતે આ લેકમાં શ્રીચારૂ ગણધરે આપેલ પાંચ હિત શિક્ષાઓમાંની (પ્રાયશ્ચિત્તના લેવા રૂપ) પહેલી શિખામણનું રહસ્ય ટૂંકામાં આ પ્રમાણે જાણવું–
ગીતાથદિગુણયુક્ત, લવાચાર્ય વિવેકિના પ્રાયશ્ચિત્ત તો ગ્રાહ્ય, પાપફલમરેધકમ્ ૧
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org