________________
૪૮
( શ્રી વિપરિત
જાણવા. અને ૧૯૪+૪+૧=૨૫૦ અભિષેક આ રીતે થાય છે. ૩૪ પ્રભુનું અભિનંદન નામ પડવાનું કારણ બે શ્લોકમાં જણાવે છે – ઈંદ્રો તણા દશ કાર્ય૩૬ સરખા વિશ્વ તીર્થપ જન્મમાં.
જનક સંવર જાણતા સુત જન્મ ઈષ્ટ પ્રભાતમાં; હર્ષના એક છત્ર જન્મત્સવ કરે વિસ્તારથી.
ઇંદો બધા અભિનંદતા એ અર્થ છે સામાન્યથી.૩૭ ૩૫ સ્પષ્ટાર્થ –પૂર્વના શ્લોકમાં જણાવેલા ઈંદ્રોના દશ કાર્યો, (૩૬) દરેક તીર્થંકરના જન્મને વિષે સરખા જાણવા. પ્રભુના પિતા સંવર રાજાએ શુભ એવા પુત્રને જન્મ જા. તેથી સવારમાં વિસ્તારપૂર્વક હર્ષના એક છત્ર સમાન એટલે ઘણા હર્ષને જણાવનારે પુત્રને જન્મ મહોત્સવ કર્યો. બધા ઈંદ્રો પ્રભુને આ કલ્યાણકાદિ પ્રસંગે અભિનંદતા એટલે પ્રભુની સ્તુતિ કરતા હતા. આ ચોથા તીર્થંકરનું “અભિનંદન” નામ (૩૭) પાડવાનું સામાન્ય કારણ જાણવું. ૩૫
ગર્ભમાં આવેલ પ્રભુને ઇંદ્ર આવી નિત્ય સ્તવે,
અર્થ એહ વિશેષ ૮ બેથી નામ અભિનંદન ઠવે; ઈક્વિાકુર કાશ્યપ વંશ ગેત્રે પ્રભુ તણા અવધારિએ,
ને ફણકર સહસ ઈગ આઠ લક્ષણ ધારતા ત્રણજ જ્ઞાનને. ૩૬ સ્પષ્ટાથે--હવે પ્રભુનું અભિનંદન નામ પાડવાનું બીજું વિશેષ કારણ એ હતું કે જ્યારથી આ ચેથા તીર્થંકર માતાના ગર્ભમાં આવ્યા, ત્યારથી ઈંદ્ર તેમની હંમેશાં સ્તવના કરતા હતા. એ પ્રભુનું “અભિનંદન” નામ પાડવાનું વિશેષ કારણ જાણવું. વળી પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પ્રભુનું કુલ, રાજ્ય તથા નગરી અભિનન્દ એટલે સર્વ પ્રકારના હર્ષનેસમૃદ્ધિને પામ્યા હતા, તેથી પણ માતાપિતાએ પ્રભુનું અભિનંદન નામ (૩૯) પાડયું. આ શ્રીઅભિનંદન પ્રભુને ઈફવાકુ નામને વંશ (૪૦) હતું અને કાશ્યપ નામનું ગોત્ર (૪૧) હતું. આ પ્રભુને શ્રી પાર્શ્વનાથાદિની જેમ ફણા (૪૨) હેતી નથી. તથા આ પ્રભુના શરીરને વિષે એક હજાર ને આઠ લક્ષણો (૪૩) હતા. તેમજ આ પ્રભુ જન્મથી જ મતિજ્ઞાન, શ્રતજ્ઞાન ને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાનને (૪૪) ધારણ કરતા હતા. ૩૬ પ્રભુની બાલ્યાવસ્થા કેવી રીતે જાય છેઅમૃત પાને ઉછરતા દેવાંગના ધાત્રી બની,
પાલતી ક્રમસર વર્ધતા પ્રભુ સુરાસુર કુમારની સાથે રમંતા સુર વિકર્વિત રમકડાંને ખેલતા,
બાલ્ય વય ઉલંઘતા સુંદર જુવાની પામતા.
૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org