________________
૪૬
[ શ્રી વિજયેપદ્મસુરિકૃત
સ્પષ્ટાથે–તથા હે નાથ ! હું આપને જેવાથી ઉપજેલા હર્ષના આંસુઓ વડે કુરૂપ એટલે આંખને જેવા ન ગમે તેવા ખરાબ રૂપને કે પર્વત પદાર્થોને જેવાથી ઉત્પન્ન થએલા મલને ઘેઈ નાખું છું. હર્ષનાં આંસુ આવવાનું કારણ એ છે કે હું ઘણા વખતથી આપને જોવાની ઈચ્છા રાખતો હતો તે મારી આશા પુણ્યોદયે આજે આપને જેવાથી સફળ થઈ. માટે જ હું મારા દેવના ભવને ધન્ય માનું છું. કારણ કે મને આ દેવ જન્મને લઈને આપના જેવા ઉત્તમ પુરુષનાં દર્શન થયાં. વળી આજે આપના દર્શનથી મારી સર્વ રેમરાજી વિકસ્વર બની છે. એટલે આપના દર્શનથી ઉત્પન્ન થએલે હર્ષ શરીરમાં માતે નહિ હોવાથી તે જાણે મારી મરજી દ્વારા બહાર નીકબતે ન હોય, તેવી પ્રસન્નતા ભાસે છે. ૩૨
મુજ હાથ તુજ પૂજા કરે મુજ કર્ણ તુજ ગુણ સાંભળે,
મુજ બુદ્ધિ તુજ ગુણ ગ્રાહિણી તિણ માનતે હું ધન્ય એક હું આપને શું દાસ ઇમ સ્વીકારે આ વિનતિ,
બહુ કહું છું આપને ઝટ તાર હે જિનપતિ. ૩૩ સ્પષ્ટાર્થ–વળી હે પ્રભુ! આ મારા હાથ નવ અંગે આપની પૂજા કરે છે તેથી આ હાથને હું ધન્ય માનું છું. અને મારા કાન તમારા ગુણેને સાંભળે છે તેથી તે બંને કાનને પણ હું ધન્ય માનું છું. વળી મારી બુદ્ધિ તમારા ગુણેને ગ્રહણ કરે છે તેથી તેને પણ હું ધન્ય માનું છું. હે પ્રભુ! હું આપને દાસ છું અથવા ભક્ત છું માટે વધારે શું કહું? મને આ સંસાર સમુદ્રમાંથી જલદી તાર. આપ આ મારી વિનતિને જરુર સ્વીકાર કરજે. ૩૩
ઈમ સ્તવને પાંચ રૂપે શક પ્રભુને લઈને,
આવી જિનેન્દ્રાવાસ હરતા નિંદ તિમ પ્રતિબિંબને, માતા કને મૂકી જિનપ અંગુષ્ઠમાં અમી ઠાવતા;
નંદીશ્વરે ભેગા મળી અષ્ટાહ્નિકાદિ કરી જતા. ૩૪ સ્પષ્ટા–એ પ્રમાણે બાળ પ્રભુની આગળ સ્તુતિ કરીને ફરીથી શક એટલે સૌધ. મેંન્દ્ર પાંચ રૂપે કરે છે. તેમાં (૧) એક રૂપે પ્રભુને ગ્રહણ કરે છે. ને (૨) એક રૂપે પ્રભુની આગળ વજ લઈને ચાલે છે. (૩) તથા એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધારણ કરે છે. તેમજ (૪–૫) બે રૂપે પ્રભુની બે બાજુએ ચામર ઢાળે છે. એમ પાંચ રૂપ કરીને પ્રભુને લઈને મેરૂ પર્વત ઉપરથી પ્રભુના સ્થાને એટલે સંવર રાજાના મહેલમાં આવે છે. અને માતાની અવસ્થાપિની નિદ્રાને તથા પ્રતિબિંબને સંહરી લઈને પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીને માતાની પાસે મૂકે છે. પછી ઈન્દ્ર મહારાજ પ્રભુના અંગુઠામાં અમૃત સ્થાપન (૯) કરે છે. તે અમૃતને ચૂસીને પ્રભુ વૃદ્ધિ પામે (અનુક્રમે મોટા થાય) છે. પછી ઈન્દ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org