________________
[ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતસ્પષ્ટાર્થ–તથા આ પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીના જન્મ વખતે નારકીના જીવો પણ થડી વાર સુખને અનુભવે છે. તે વખતે છપન દિકકુમારિકાઓ પોતપોતાના સ્થાનેથી પ્રભુના જન્મ સ્થાને આવે છે. અને પ્રસુતિના પ્રસંગે પોતાને કરવા ગ્ય કાર્યો હર્ષ પૂર્વક કરે છે. પછી સૌધર્મેન્દ્રનું આસન કંપવાથી તે (ઈ) પ્રભુને જન્મ જાણીને દેવોના પરિવાર સાથે આ ભરત ક્ષેત્રમાં આવીને પ્રભુને તથા પ્રભુની માતાને ભાવપૂર્વક નમસ્કાર કરે છે. ૨૭ બે શ્લેકમાં પ્રભુને સ્નાત્ર મહેત્સવ જણાવે છે – અવસ્થાપિની મૂકી તથા પ્રતિબિંબ પણ જનની કને,
રાખી વિકવિત પંચર રૂપે મેરૂ ઉપર સિંહાસને અંકમાં લઈ બેસતા ત્યાં શેષ ૫ ઇંદ્ધિ આવતા,
હવરાવતા પ્રભુને ક્રમે શકેદ અંતે આવતા. ૨૮ સ્પષ્ટાથે – ત્યાર પછી સૌધર્મેન્દ્ર મહારાજે પ્રભુ શ્રી અભિનંદન સ્વામીની માતાને અવસ્થાપિની નિદ્રા દઈને માતાની પાસે પ્રભુનું પ્રતિબિંબ (૧) સ્થાપન કર્યું. અવસ્થાપિની નિદ્રા દેવાનું કારણ એ છે કે પ્રભુને સ્નાત્ર મહોત્સવ કરીને ઈંદ્ર બાળ પ્રભુને લઈને પાછા આવે ત્યાં સુધી માતા ઉંઘમાં રહે, તેથી પિતાનું બાળક કોણ લઈ ગયું તેવી ચિન્તા માતાને થાય નહિ. પ્રતિબિંબ મૂકવાનું કારણ એ છે કે માતાની પાસે કેઈ દાસી વગેરે કદાચ આવે તે પ્રભુના પ્રતિબિંબને જોવાથી તેને પ્રભુ નથી એવી શંકા થાય નહિ ત્યાર પછી સૌધર્મેન્દ્ર મહારાજ પિતાના પાંચ રૂપ (૨) વિકુવીને એટલે બનાવીને પ્રભુને મેરૂ ઉપર લઈ જઈને ત્યાં આવેલી શીલા ઉપર રહેલા સિંહાસનમાં બેસે છે અને બાળ પ્રભુને પિતાના ખેાળામાં (૩) રાખે છે. ત્યાં આગળ સૌધર્મેન્દ્ર સિવાયના બાકીના ત્રેસઠ ઇંદ્ર.(૩૫) બારોબાર આવે છે. ને દરેક ઈન્દ્ર ક્રમ પ્રમાણે પ્રભુને અભિષેક કરે છે એટલે પ્રથમ અય્યતેન્દ્ર પ્રભુને નાન કરે છે પછી નવમા આઠમા વિગેરે પશ્ચાનુપૂવી કમે સૌથી છેલ્લા સૌધર્મેન્દ્ર પ્રભુને અભિષેક કરે છે. ૨૮
ઇશાન હરિ કરી પાંચ રૂપ પ્રભુ અંકમાં લઈ બેસતા.
શક ચાર વૃષભ વિકુવી નાથને હવરાવતા લેપ પૂજાદિ વસના લંકાર પણ પહેરાવતા,
અંતે ઉતારી આરતી શબ્દ સ્તુતિ લલકારતા. ૨૯ સ્પષ્ટાર્થ –પૂર્વે જણાવ્યા પ્રમાણે જ્યારે છેવટે સૌધર્મેન્દ્રનો સ્નાત્ર કરવાને વાર આવે છે, ત્યારે ઈશાનેન્દ્ર પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીને ખોળામાં લઈને બેસે છે. અને શક્ર એટલે સૌધર્મેન્દ્ર ચાર વૃષભ એટલે બળદના રૂપ વિકુવીને પિતાના આઠ શિંગડામાં પાણી ભરીને પ્રભુને ન્હવરાવે છે. (૪) પછી અનુક્રમે પ્રભુને વિલેપન (૫) કરે છે. પ્રભુની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org