________________
દેશનાચિંતામણિ ભાગ ૨ ] સ્વપ્નનાં અશુભ ફલ ન મળે. ૧૦ પહેલાં અનિષ્ટ સ્વપ્નને જોયા બાદ શુભ સ્વપ્ન આવે, તે તે શુભ સ્વપ્ન જ શુભ ફળને આપે છે. એ જ પ્રમાણે શુભ સ્વપ્નને જોયા બાદ અશુભ સ્વપ્ન આવે, તે તે અશુભ સ્વપ્ન જ અશુભ ફળને આપે છે. ૧૧ જે કઈ માણસ સ્વપ્નમાં એમ જુએ કે હું–મનુષ્ય સિંહ ઘેડ હાથી બળદ કે સિંહણ જેને (જે રથને) ચલાવે છે, એવા રથમાં બેસીને જઉં છું, તે આવા સ્વપ્નને જેનાર તે જીવ રાજા થાય, ૧૨. સ્વપ્નમાં એમ જુએ કે મારા ઘડા હાથી વાહન (રથ વગેરે) આસન ઘર વસ્ત્ર વગેરેની ચોરી થઈ, તે તેવા સ્વપ્નને જેનાર જીવની ઉપર રાજાને (ચાર, ગુન્હેગાર આદિ રૂપે) શંકા થાય, ને તે જીવના હૃદયમાં શોક (દીલગીરી) પ્રકટે, તથા સગાંઓમાં વિરોધ (કજીએ) તેમજ ધનની હાનિ (ઓછાશ) થાય. ૧૩. જે પુરૂષ સ્વપ્નમાં હું સૂર્ય ચંદ્રમાના સંપૂર્ણ (આખા) બિંબને ગળી ગયે, એમ જુએ, તે પુરૂષ પહેલાં દીન હોય, છતાં સુવર્ણ (નૈયા-ધન) અને સમુદ્ર સહિત પૃથ્વીને પામે છે એટલે તેને માલીક બને છે. ૧૪ મારાં શસ્ત્ર, ઘરેણાં, મણિ, મોતી, સુવર્ણ, રૂપું, વાસણ વગેરેમાંની કેઈ પણ ચીજની ચેરી થઈ, આવું સ્વપ્ન જે જીવ જુએ, તે ધનની અને માનની હાનિ (એાછાશ) કરે છે, અને ઘણી વાર બૂરી હાલતે મરણ પામે છે. ૧૫ જે માણસ સ્વપ્નમાં એમ જુએ કે-હું સફેદ હાથી ઉપર બેસીને શાલિ (એદન; ભાત) ખાઉં છું, તે ધમી માણસ પહેલાં ભલેને હીન (હલકી) જાતિને હોય, તે પણ તમામ પૃથ્વીને રાજા થાય છે. ૧૬ મારી સ્ત્રીનું કેઈએ હરણ (ઉપાડી જવું) કર્યું, આવા સ્વપ્નને જેનાર પુરૂષના ધનને નાશ થાય છે, અને કેઈએ પોતાની સ્ત્રીને અપમાન તિરસ્કારાદિ રૂ૫ પરિભવ કર્યો, આવા સ્વપ્નને જેનાર જીવ સંકલેશને પામે છે. તથા જે પિતાના ગોત્રની સ્ત્રીઓના હરણ (ઉપાડી જવું) પરિભવાદિને સ્વપ્નમાં જુઓ, તે પુરૂષના બંધુએ વધ બંધનને પામે છે. ૧૭ મારી ભુજામાં સાપે ડંખ માર્યો, જે પુરૂષ આવા સ્વપ્નને જુએ, તે પાંચ રાતની અંદર હજાર સેના હેરેને મેળવે છે. ૧૮ કેઈએ મારા શયન ( સૂવાનાં સાધન-પથારી પલંગ વગેરે) અને જેઠાંની ચોરી કરી, આવા સ્વપ્નને જે જીવ જુએ, તેની સ્ત્રી મરણ પામે છે, ને તે જીવ ભયંકર માંદગીની પીડા ભોગવે છે. ૧૯ જે જીવ સ્વપ્નમાં મનુષ્યના માથે પગ અને ભુજાનું ભક્ષણ કરે છે, તે અનુક્રમે રાજ્યને, હજાર સોનાહેરને, અને ૫૦૦ સેનાઑરેને મેળવે છે. ૨૦ મારા બારણાની ભુંગળ (હલારી) શયન, હીંચકે, પાદુકા (પાવડી, જેડા વગેરે), ઘરમાંની કઈ પણ ચીજ ભાંગી ગઈ, આવા સ્વપ્નને જેનાર પુરૂષની સ્ત્રીને નાશ થાય છે. ૨૧ જે પુરુષ સ્વપ્નમાં તળાવ, સમુદ્ર, પાણીથી ભરપૂર નદી, અને મિત્રનું મરણ જુએ તેને ઘણું ધન મળે છે. ૨૨ જે પુરુષ સ્વપ્નમાં એમ જુવે કે-મેં છાણ અને ઔષધવાળું તથા ડોળાએલું બહુજ ગરમ પાણી પીધું, તે મરડાના વ્યાધિથી મરણ પામે છે. ૨૩ જે સ્વપ્નમાં જિનેશ્વર દેવની પૂજા સ્નાત્ર યાત્રા ઉપહાર (મુકુટાદિની ભેટ ) વગેરેને કરે, ને તીર્થયાત્રાદિ કરે, તેને સર્વ પ્રકારે ધનાદિની વૃદ્ધિ થાય છે. ૨૪ મારા હૃદયરુપી તળાવડીમાં કમળે ઉગ્યા, આવા સ્વપ્નને જે જુએ, તે જીવ કેઢિયે થઈને જલદી મરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org