________________
૨૮
| શ્રી વિજ્યપદ્વરિત(અડકનાર) ને મારે કે અપ્રાપ્તને મારે? જે અપ્રાણને હણે તે કઈ પણ જીવે નહી, અને તેવી રીતે જોવામાં પણ આવતું નથી. જે કદાચ પ્રાણને હણે તે તેના મહાવતને કેમ હણતે નથી? હું તે અતિ દૂર છું, અને તેને અડકતો પણ નથી.” ઈત્યાદિ વિચાર કરે છે, તેવામાં હાથીએ તેને તત્કાળ સૂંઢથી પકડો. હવે બીજે જે જોષી હતા તે બળદ ચારવા ગયે, ત્યાં બળદે લીલા ઘાસ ચરતા ચરતા દૂર નીકળી ગયા. તેથી તેની શોધ કરવાને માટે તે જ્યોતિષ શાસ્ત્રનું રહસ્ય વિચારવા લાગ્યો કે “આ મારા બળદે અંધ નક્ષત્રમાં ગયા છે? કે કણ નક્ષત્રમાં ગયા છે? ચીપ્પટ નક્ષત્રમાં કે દિવ્ય (ચક્ષુ) નક્ષત્રમાંથી કયા નક્ષત્રમાં ગયા છે? વળી તેઓ કઈ દિશામાં ગયા છે ? અને ચર લગ્નમાં ગયા છે કે સ્થિર લગ્નમાં ગયા છે?” ઈત્યાદિ વિચાર કરવા લાગ્યો, તેટલામાં તે તે બળદ અતિ દૂર નીકળી ગયા. હવે ત્રીજે જે વૈયાકરણી હતું તે રસેઈ કરતા હતા, તેણે ચૂલા પર ખીચડી મૂકી હતી. તેમાં ખદબદ” શબ્દ થવા લાગ્યો. તે સાંભળીને તેણે વિચાર્યું કે “અહો ! આ “ખદબદ” શબ્દ કયા વ્યાકરણમાં કયા સૂત્રથી સિદ્ધ થાય છે ?” ઈત્યાદિ વિચાર કરવા લાગે, એટલે ખીચડી દાઝી ગઈ. હવે ચે જે વૈદ્ય હતું, તે શાક લેવા ગયા હતા. ત્યાં કેળાં, કેરી, કંકોડાં, ભાજી, લીંબુ વિગેરે ઘણું શાક જોઈને તેણે વિચાર્યું કે આ સર્વે શાક વાત, પિત્ત, કફ, શ્લેષ્મ અને ત્રિદોષ વિગેરે મહા વ્યાધિએને ઉત્પન્ન કરવાના કારણભૂત છે, માટે તે શાક તે લેવાં નહી. પણ આ લીંબડાનું શાક ઠીક છે, કેમકે વૈદ્યકશાસ્ત્રમાં લીંબડાના વખાણ આ રીતે કર્યા છે કે–
નિબે વાતહર કલી સુરતરૂર શાખાશાખાકુલર પિત્તનઃ કૃમિનાશનઃ કફહર દુર્ગધુનિનશન કુષ્ઠવ્યાધિવિષાપહો વ્રણહરે દાક્ષાચન શેાધન
બાલાનાં હિતકારકે વિજયતે નિંબાય તઐ નમ: ૧છે અર્થ–“શાખા પ્રશાખાએ કરીને યુક્ત એ આ લીંબડો કલિયુગને વિષે કલ્પવૃક્ષ સમાન વિજય પામે છે, તે વાતનું હરણ કરે છે, પિત્તને હણે છે, કૃમિને નાશ કરે છે, કફનું હરણ કરે છે, દુધને નાશ કરે છે, કુષ્ટ (કેટ)ના વ્યાધિને અને વિષને નાશ કરે છે, ત્રણચાંદા વિગેરેનું હરણ કરે (રઝાવે છે, ખાધેલા અનાજને શીધ્ર પાચન કરનાર છે, કેઠાને શુદ્ધ કરે છે, વળી બાળકોને વિશેષે હિત કરનાર છે, માટે તે નિબવૃક્ષને નમસ્કાર છે.”
આમ વિચારીને તે વૈદકશાસ્ત્રને આધારે લીંબડાનું શાક લઈને આવ્યું. આ પ્રમાણે તેઓ શાસ્ત્ર ભણેલા હતા છતાં લેકવ્યવહારને નહી જાણવાથી પિતપોતાના કાર્યને સાધી શક્યા નહી. માટે દિયર ! તું પણ શાસ્ત્રની જડતા છોડીને મારી સાથે કીડા કર, નહી તે તેને માટે દોષ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે આગ્રહવાળાં ભાભીનાં વચન સાંભળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org