________________
દેરાનાચિંતામણિ ભાગ ચાયા ]
૩૧
પાંચ અનુત્તર વિમાનામાંના વિજય વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા. આ બાબતમાં ખીજે સ્થળે જયંત નામના વિમાનને વિષે (૧૨) દેવ થયા એમ કહ્યું છે. ત્યાં તેમનુ આયુષ્ય તેત્રીસ સાગરેોપમ પ્રમાણુ (૧૩) હતુ'. અહીં જણાવેલ અંત સમયની આરાધનાની ખીના ટૂંકામાં આ રીતે જાણવી-હવે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરવામાં તત્પર થયેલા અંતરાત્મ સ્વરૂપ હું આહાર ઉપધિ દેહાદિને વાસિરાવુ છુ.. અને રાગ દ્વેષ કષાયાદિ રૂપ ભાવ મલને દૂર કરીને વિશુદ્ધ થયેલ હું હાલ સમાધિમાં રહીને સ્નાતક ભાવે વતું છું. તથા હું સંજીવને ખમાવું છું. ને હું ચાહું' છું કે સવ જીવા મને ખમાવે (ક્ષમા કરે.) તેમજ મારે કાઈ પણ જીવની ઉપર લગાર પણ વૈરભાવ છે જ નહી. તેથી મારા આત્મા નિજ સ્વભાવમાં રમણતા કરીને પરમ શાંતિને અનુભવે છે. તથા ભૂતકાલમાં અંતરાત્મ દશામાં રહેલા એવા મેં અજ્ઞાનાદિમાંના કઈ પણ કારણે બાહ્ય પટ્ટાને પેાતાનો માન્યો હાય, તે અધુ હવે હું વાસિરાવું છુ. અને (૧) શ્રી અરિહંત પરમાત્મા, (૨) આઠે કર્મોને નાશ કરનારા શ્રી સિદ્ધ ભંગવતા, (૩) પંચ મહાવ્રતાદિને ધારણ કરનારા સવ સાધુએ, (૪) અને અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાખાધિત શ્રીજિનેશ્વરદેવે કહેલ નિર્દોષ અહિ’સાદિમય જિનધમ, આ ચારે પદાર્થો શ્રી જૈનેન્દ્ર શાસનમાં પરમ મંગલિક અને ઉત્તમ છે. એમ હું માનુ છું. ને તે ચારે પદાર્થોના શરણને અંગીકાર કરૂં છે. તથા તમામ બાહ્યચ્છાનો, અને બીનજરૂરી વિચાર કરવાનો ત્યાગ કરીને સર્વ જીવેાના ભાઈ જેવા ને તમામ સ્ત્રીઓના પુત્ર જેવા હુ સર્વ સાવદ્ય યાગથી રહિત નિર્મીલ સામાયિકમાં સવ ચેષ્ટાને છડીને રહ્યો છું. આ રીતે સામાયિકમાં રહેલા મારા આત્માને સિદ્ધ પરમાત્મા જુએ એવી ભાવના હું' રાખું છું, તથા સંવેગ ભાવમાં રહેલા મેં મનથી વચનથી ને કાયાથી અનુક્રમે ખરાબ વિચાર, ભાષા કે પ્રવૃત્તિ કરી જે પાપ માંધ્યું હાય, તે સંબધી મિચ્છામિ દુડ માગું છુ. અને નિંદા ગોં કરૂ છું. તેમજ હાલ હું તમામ ઉપાધિથી રહિત થયા છું. મારી હાલની પરિસ્થિતિ આ પ્રમાણે છે. તેમાં વધુ ભીના શ્રી કેવલી ભગવંતા જાણે છે. તથા તમામ સંસારિક પ્રચાથી વિરક્ત અને મેાક્ષનીજ ઈચ્છાવાળા એવા મે જન્માદિનો નાશ કરનાર જિનેશ્વર દેવના ચરણે આ (મારે). આત્મા સમર્પિત કર્યાં છે. (સાંપ્યા છે.) હવે મારી અંતિમ ભાવના એજ છે કે તે અરિહંત દેવના પસાયથી હું સર્વ કર્મોનો નાશ કરી મુક્તિપદને પામું.
ચાર ગતિના જીવાને ખામણાં.
આ અપાર ભવ સમુદ્રમાં ભટકતા એવા મને અપૂર્વ ચિન્તામણિ સમાન જિનેશ્વરભાષિત ધર્મ પ્રાપ્ત થયા તેથી હું ધન્યવકૃતપુન્ય છે. ૧
ચાર ગતિરૂપ ભવચક્રમાં ભટકતાં મેહવશ થઇને મે જે કોઈ જીવને દુઃખ દીધું હાય તેને હું મન વચન કાયાથી ખમાવું છું. ર
સાતે નારકીમાં નારકીપણે ઉત્પન્ન થઈ ત્યાં જે કોઈ જીવને મે દુઃખ દીધું હાય તેને પણ ખમાવું છું. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org