________________
દેશનાચિંતામણિ ]
મારી અપર માતુ અપ્રિય કયુ' છે, તેથી કાઈક વખત તે મને ઝેર વિગેરેથી મારી નાંખશે, માટે તેનાથી ચેતતા રહેવુ.” એમ વિચારીને તે હુંમેશાં પેાતાની સાથેજ જમવા લાગ્યા.
એકદા રાહક તેના પિતાની સાથે અવંતીનગરીએ ગયા. આ નગરીની શૈાભા જોઇને તે વિસ્મય પામ્યા. પછી પિતાની સાથે ઘેર જવા તે નગરી બહાર નીકળ્યેા. મહાર આવતાં કાંઈ ચીજ ભૂલી જવાથી રાહકને ત્યાં ક્ષિપ્રાનદીને કાંઠે મૂકીને ભરત પાછે નગરીમાં ગયા. રાહુકે નદીની વાલુકામાં બેઠા બેઠા કિલ્લા સહિત આખી અવન્તીનગરી આળેખી (ચિત્રી). તેવામાં અશ્વ ઉપર ચડીને તેજ નગરીના રાજા ત્યાં આવ્યો. તે રાહકે ચિત્રલી નગરીની વચ્ચે થઇને ચાલવા લાગ્યા, એટલે રાહકે તેને કહ્યું કે “ અરે ! આ રાજદરમારને તમે જોતા નથી ? ” રાજાએ નીચે ઉતરીને આખી નગરી યથાર્થ ( ખરાખર ) ચિત્રલી જોઇ ને પૂછ્યું કે “ અરે બાળક ! પહેલાં તે આ નગરી જોઈ હતી, કે આજેજ પ્રથમ જોઈ ? ” તે ખેલ્યું કે “ ના, મેં કોઇ વખત જોઈ નથી, માત્ર આજેજ નટગામથી અહી આવ્યેા છું.” તે સાંભળીને રાજાએ આશ્ચય પામીને વિચાયુ” કે “ અહા ! આ બાળકની બુદ્ધિ તેવી તીવ્ર છે ?” પછી રાજાએ તેનું નામ પૂછ્યું. ત્યારે તે બેન્ચે
"(
મારૂ નામ રાહક છે.” તેવામાં રાહકના પિતા ગામમાંથી આવ્યેા, એટલે તેની સાથે રાહક પેાતાને ગામ ગયા.
અહીં રાજાએ વિચાયું કે “ મારે ચારસા ને નવાણુ' મંત્રીઓ છે; પરંતુ સની બુદ્ધિ એકજ મંત્રીમાં હેાય એવા એક મંત્રી જોઇએ, જેથી રાજ્યનુ તેજ વૃદ્ધિ પામે, ” એમ વિચારીને રાહકની પરીક્ષા કરવા માટે રાજાએ નાગામના મુખ્ય માણસેાને ઉદ્દેશીને હુકમ કર્યો કે “ તમારા ગામની બહાર એક મેાટી શિલા છે, તે શિલાને ઉપાડયા વિનાજ રાજાને બેસવા ચાગ્ય એક મંડપ કરી તેનું ઢાંકણુ તે શિલાનુ કર.” આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળીને સ` લેાકેા અનેક પ્રકારની ચિંતા કરવા લાગ્યા. વિચાર કરતાં મધ્યાહ્ન સમય થયેા. તેવામાં રાહકે આવીને તેના પિતાને કહ્યુ કે “ હે પિતા ! મને મહુ ભૂખ લાગી છે, તેથી ભાજન કરવા માટે ઘેર ચાલેા.” ભરત ખેચેા કે “હે વત્સ ! તું તે નિશ્ચિત છે, ગામના કને તું કાંઇ જાણતા નથી.” રાહક મેલ્યા કે “ શું કષ્ટ છે ? ” ત્યારે ભરતે રાજાની આજ્ઞા કહી દેખાડી. તે સાંભળીને રાહક ખેલ્યા કે “ ચિંતા ન કરો, તમે રાજાને ચેાગ્ય મંડપ કરવા માટે તે શિલાની નીચે ખાઢો. પછી જ્યાં જ્યાં ઘટે ત્યાં ત્યાં તેની નીચે થાંભલાએ ગેાઠવા, અને તે શિલાને ઉપાડયા વિનાજ ભેાંયરાની જેમ કૃતી ભીંત વગેરે કરે.” તે સાંભળીને સ લેાકા હ પામી જમવા ઉઠયા. પછી ભેાજન કરીને રાહકના કહેવા પ્રમાણે મંડપ તૈયાર કર્યાં. રાજા પણ તે મંડપને જોઈને પ્રસન્ન થયા. પછી તેણે ગામના લોકોને પૂછ્યું કે “ આ કેાની બુદ્ધિથી મંડપ કર્યાં ? ” લેકે ખેલ્યા કે “ ભરતના પુત્ર રાહકની બુદ્ધિથી આ મ`ડપ બનાવ્યો છે.”
ર
એકદા રાજાએ તે ગામમાં એક મેઢા મોકલીને હુકમ કર્યો કે “આ મેઢા અત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org