________________
દેશનાચિતામણિ ]
રાજા! મારા કરતાં આ મુનિને ભાર અધિક છે, તેથી હું બાજુ પર ખસ્યો છું.” રાજાએ પૂછ્યું કે “તેના પર શે ભાર છે?” તે બે કે “હે સ્વામી! મેરુ પર્વત કરતાં પણ અધિક ભારવાળાં પાંચ મહાવ્રતો કે જેને વહન કરવાને હું અસમર્થ છું અને આ મુનિ તો તે ભારને વહન કરે છે, અને તેમાં નેત્રફુરણ એટલે કાળ પણ પ્રમાદ કરતા નથી. હું તો માત્ર બહારને ભાર ઉપાડું છું અને ઈર્યાદિ સમિતિ રહિત હોવાથી અનેક જીની હિંસા કરીને અનેક ભવ કરીને ભગવતાં પણ જેને નાશ ન કરી શકાય, એવા વધારે પાપ કર્મોના સમૂહને બાંધી રહ્યો છું. પ્રથમ મેં પ્રત્રજ્યા અંગીકાર કરી હતી, પરંતુ પાંચ મહાવ્રતના ભારને વહન કરવામાં અશક્ત થવાથી મેં પ્રવ્રયાને ત્યાગ કર્યો. આ પાંચ કળશને ભાર તે હું સહેજે ઉપાડી શકું છું, પણ પ્રથમ સ્વીકાર કરેલા મહાવતરુપી અત્યંતર ભારને ઉપાડી શક્તો નથી, માટે હું માર્ગમાંથી આ ખ, તે મેં વ્યાજબી કર્યું છે.”
ભક્તિભરા નમસ્યક્તિ, ઈન્દ્રાદયે ગતસ્મયા
મહાવ્રતભરાકીન, તદઉં કિયન્મિતા ૧
અર્થ–“હે રાજા! મહાવતરુપી ભારને વહન કરનાર મુનિઓને ભક્તિથી ભરપૂર ઈન્દ્રાદિક પણ ગર્વ રહિત થઈને નમસ્કાર કરે છે, તો તેવા મુનિની પાસે હું કેણ માત્ર છું?”
વળી હે રાજા ! આ મુનિ પાંચ મહાવ્રતમાંના દરેકને પાંચ પાંચ ભાવના વડે નિરંતર નિર્મળ કરે છે. તેમાં પહેલા પ્રાણાતિપાત વિરમણ નામના વતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે –
ઇરિયાસમિએ તહા સયા જએ, ઉહ ભુજ્જ વ પાણભેયણું
આયાણનિકખેવ દુર્ગુચ્છ સંજએ, સમાહિએ સંજયએ માવઈ ૧ અર્થ–“ઈસમિતિવાળા, તથા સર્વદા જેઈને પાન ભજન કરનારા (એષણા સમિતિવાળા), આદાન નિક્ષેપ અને જુગુપ્સા કરનારા, તથા સાવધાન થઈને મનને અને વચનને નિયમમાં રાખનારા મુનિરાજ પહેલા વ્રતની પાંચ ભાવના ભાવે છે.”
વિશેષાર્થ–ઈર્યા એટલે ગમન કરવું તે, તેમાં સમિત એટલે ઉપયોગ રાખનાર, સમસ્ત જીવની હિંસાના ત્યાગને માટે ઈસમિત થવું તે પહેલી ભાવના, તથા સર્વદા સારી રીતે ઉપયોગ રાખીને ઈક્ષણ પૂર્વક (જેઈને) પાન અને ભોજન ગ્રહણ કરવું અથવા વાપરવું એ બીજી ભાવના; આદાન નિક્ષેપ એટલે પાત્રાદિક પ્રમાજના પૂર્વક ગ્રહણ કરવાં અથવા મૂકવાં તે, તથા આગમમાં જેને નિષેધ કર્યો હોય તેની જુગુસા (નિંદા) કરે. પતે ન આચરે તે ત્રીજી ભાવના તથા સાધુ સમાહિત એટલે સાવધાન થઈને મનને દૂષણ રહિત પ્રવર્તાવે, કેમકે મન દુષણવાળું (મલિન) હોય તે કાયસંલીનતા વિગેરે કર્યા છતાં પણ તે કર્મબંધ માટે થાય છે. પ્રસન્નચંદ્ર નામના રાજર્ષિએ મને ગુપ્તિ રાખી નહી તેથી કાયાવડે હિંસા નહી કર્યા છતાં પણ મનથી સાતમી નરકને યેગ્ય કર્મ બાંધ્યું હતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org