________________
-
. . . .
.
.
.
.
૧૭૨
શ્રી વિજય પદ્યસરિતસ્પષ્ટાથે–એ પ્રમાણે ગણધર પદને અને તીર્થની સ્થાપનાને વિધિ પૂરો થયા બાદ છેવટે પ્રભુની હિતશિક્ષા સહિત દેશનાને સાંભળવા માટે તે બધા ગણધરે પ્રભુની સામે બે હાથ જોડીને ઉભા રહ્યા. તે વખતે પ્રભુ શ્રીસંભવનાથે પણ પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને સિંહાસન ઉપર બેસીને ગણધર પદના પ્રભાવાદિને સમજાવનારી દેશના આપી. તે પૂર્ણ થતાં પહેલી પિરિસી પૂરી થઈ. તે વખતે રાજાના મહેલમાંથી રાજપુરૂષે હોંશથી આઢક (અમુક પ્રકારનું માપ વિશેષ) બલિ લાવીને તેને આકાશમાં ઉછાળવા લાગ્યા. તે વખતે તે બલિને નીચે પડતો અર્ધો ભાગ સઘળા દેવોએ મળીને ગ્રહણ કર્યો. બાકી રહેલો અર્ધો ભાગ રાજા વગેરે સઘળા લોકોએ સરખે ભાગે ગ્રહણ કર્યો. ત્યાર પછી એટલે આ બલિને વિધિ પૂરે થઈ રહ્યો ત્યારે પ્રભુ દેવછંદમાં પધાર્યા. આ દેવછંદ બીજા ગઢના ઈશાન ખૂણામાં પ્રભુને વિસામો લેવા માટે દે રચે છે. આ પ્રમાણે પ્રભુને જીત એટલે કેવલી થયા પછી દેશના તીર્થસ્થાપનાદિ સ્વરૂપ આચાર જાણ. ૧૮૬–૧૮૭
પ્રભુએ દેશના પૂરી કર્યા પછી પ્રથમ ચારૂ ગણધર દેશના આપવા માંડે છે – પર પોરૂષીએ નાથ કેરા મુખ્ય ગણધર ચારૂએ,
પ્રભુચરણપીઠે જ બેસી તીર્થભક્તિ તણું રસે, પ્રભુ પ્રભાવે સર્વ સંશય છેદનારી દેશના,
આ પ્રમાણે આપતા તે સાંભળે છે ભવિજના ! ૧૮૮ સ્પષ્ટાર્થ –પ્રભુ પ્રથમ પહોર સુધી દેશના આપીને દેવજીંદામાં ગયા ત્યાર પછી પ્રભુ શ્રીસંભવનાથના શ્રીચારૂ નામના મુખ્ય ગણધરે પ્રભુના પાદપીઠ ઉપર બેસી તીર્થ ભક્તિના અપૂર્વ રંગથી દેશના આપવા માંડી. પ્રભુના પ્રભાવથી આ ગણધરની દેશના પણ સર્વ પ્રકારના સંશને છેદનારી હતી. હે ભવ્ય જી ! તમે ગણધર મહારાજે જે દેશના આપી તે દેશનાને એકાગ્ર ચિત્તે સાંભળજો. ૧૮૮ ચારૂ ગણધર ઉપદેશ આપે છે તે આઠ શ્લોકમાં જણાવે છે— હે ભવ્ય જી ! સર્વ તત્વે જ્ઞાનથી સમજાય છે.
માટે સમજજે એ પ્રકાશક ભાનું દીપક ચંદ્ર છે; કર્મ બાંધ્યા જેહ પૂર્વે તપ થકી તે સવિ ટળે,
સંયમે બંધાય ન નવા કર્મ ત્રણથી શિવ મળે. ૧૮૯ સ્પાર્થ – હે ભવ્ય છે ! અનેકાંત દષ્ટિવાળા ઉત્તમ જ્ઞાનથી જીવ અજીવ વગેરે સઘળાં તત્તનું સ્વરૂપ જાણી શકાય છે, માટે એ જ્ઞાનને સૂર્ય, દીપક અને ચંદ્ર સમાન પ્રકાશક કહેલ છે. જેમ સૂર્યના દીવાના અથવા ચંદ્રના પ્રકાશથી ઘટાદિક પદાર્થો જોઈ
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org