________________
૧૯૦
[ શ્રી વિજયપઘસરિકૃતબોલ્યો કે “ઉજજયિની નગરીના જળ વિના આ મોદક સ્વાદિષ્ટ લાગતા નથી.” તે સાંભળીને રાજપુત્રીએ આશ્ચર્ય પામીને વિચાર્યું કે “અહે! આ અઘટનામય (અસંગત) વાક્ય કેમ બોલે છે?” એમ વિચારીને તેણે પતિને સુગંધી તાંબૂલ આપ્યું. પછી ફરીથી તે દેહચિતાના મિષે બહાર નીકળીને અશ્વો વિગેરે લઈ અવંતી તરફ ચાલ્યો. અનુક્રમે અવંતી પહોંચ્યો. તેના માબાપ તેને આવેલો જોઈ શકરહિત થયા. પછી તેણે પોતાના માતપિતાને પિતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું.
અહીં મંત્રીએ મંગળકુંભને વેષ પહેરાવીને પિતાના પુત્રને રાજપુત્રી પાસે મોકલ્યો. તે કેઢીઓ આવાસ ભુવનમાં જઈને શય્યા પર ચઢી રાજપુત્રીને સ્પર્શ કરવા લાગ્યો. તેને જોઈને તત્કાળ તે રાજપુત્રી શયનગૃહમાંથી બહાર નીકળીને દાસીઓ પાસે બેઠી, અને આખી રાત્રી મેદયુક્ત ચિત્ત ત્યાંજ નિર્ગમન કરી. પ્રાતઃકાળે મંત્રીએ રાજા પાસે જઈને કહ્યું કે “હે સ્વામી! મારો પુત્ર આપની પુત્રીના સ્પર્શથી કુછી થયે હોય એમ જણાય છે. હવે શું કરવું?” તે સાંભળીને રાજા બોલ્યા કે કર્મની વિચિત્ર ગતિ છે.
ચિન્તયત્યન્યથા જી, હર્ષપૂરિતમાનસ
વિધિષ મહાવેરી, કુરૂતે કાર્યમન્યથા ૯ ભાવાર્થ--“હર્ષથી પૂર્ણ મનવાળો થઈને જીવ જે કાર્ય કરવાનું ચિંતવે છે તે આ મહાશત્રુ રૂપ વિધિ અન્યથા કરે છે.”
હે મંત્રી! આમાં મારી પુત્રીનેજ દેષ છે, તારા પુત્રને દોષ નથી.” એવી રીતે રાજાએ આશ્વાસન આપેલો મંત્રી પોતાને ઘેર ગયો. રાજાએ પુત્રીના દેષને લીધે ક્રોધથી તેને પોતાની પાસે આવવાને નિષેધ કર્યો.
એકદા પિતાને ક્રોધ શાંત થયે, ત્યારે તે પિતાની પાસે જઈને બોલી કે “હે પિતા ! મને પુરુષને વેષ આપે. હું ઉજજયિની ગયેલા મારા પતિને મળીને મારું કલંક દૂર કરીશ.” રાજાએ તેને અનુમતિ આપી, એટલે તે કેટલાક સિન્ય સહિત સિંહ નામના સામંતની સાથે ઉજજયિની ગઈ. ઉજયિનીના રાજાએ ચંપાપુરીને રાજપુત્ર આવ્યાના સમાચાર જાણી તેને રહેવા માટે મહેલ વિગેરે આપી તેને સત્કાર કર્યો. એકદા પિતાના ઉતાર પાસેની પાણી પીવા જતા પોતાના પિતાના નામાંકિત અશ્વો જોઈને તેણે પિતાના સેવકને તેની પાછળ મોકલી તે અશ્વના સ્વામીનું ઠામ વિગેરે પૂછાવ્યું. તે માણસના મુખથી તેને હજુ જ્ઞાનને અભ્યાસી જાણીને તેણે સર્વ છાત્ર સહિત તેના અધ્યાપકને જમવાનું નિમંત્રણ કર્યું, એટલે અધ્યાપક સર્વ છાત્રે લઈને જમવા આવ્યા. તેની અંદર પિતાના ભર્તારને જોઈને તે રાજપુત્રી બહુ હર્ષ પામી. પછી સર્વનું અશન વસનાદિવડે સન્માન કરીને તે કુમારરૂપ રાજપુત્રીએ અધ્યાપકને કહ્યું કે “આ છાત્રમાં કઈ પણ મારું
Jain Education International
For Personal & Private Use Only
www.Jainelibrary.org