________________
૩૧
વિજયપત્રમૂરિકૃતનવ માસ સાડી સાત દિવસે માગશર સુદ ચૌદશે,
મિથુન મૃગશિર ચંદ્રને જન્મ આપીને હસે.. અશ્વ ચિહ્ન સુવર્ણવણું કાય ગર્ભ સ્થિતિ કહી,
સતિશત સ્થાનકે નવ માસ દિવસે ષટ અહીં. સ્પદાર્થ –જ્યારે પ્રભુને ગર્ભમાં આવ્યાને નવ મહિના ને સાડી સાત દિવસ થયા ત્યારે માગસર સુદ ચૌદશનો દિવસ હતો. તે દિવસે મિથુન રાશિ અને મૃગશિરે નક્ષત્રને ચંદ્ર સાથે વેગ ચાલતો હતો ત્યારે એના રાણીએ પ્રભુને જન્મ આપે. અશ્વ એટલે ઘોડાના લંછનવાળા અને સોના સમાન પીળા વર્ણવાળી કાયાવાળા પ્રભુ શ્રી સંભવનાથ હતા. અહી ગર્ભ સ્થિતિને અંગે સતિશતક સ્થાનક ગ્રંથમાં પ્રભુની ગર્ભ સ્થિતિ નવ માસ ને સાડી સાત દીવસને બદલે નવ માસ અને છ દિવસની કહેલી છે. ૭૧. જન્મકાલે નાચ્યો પણ શર્મ પામે ત્રિભુવને.
ઉદ્યોત પ્રકટે પામતા સર્વ ગ્રહ ઉચ્ચત્વને પ્રસન્ન હેત દિશા સવે સુખકારી વાયુ તિમ પ્રજા,
ક્રીડા કરંતી વૃષ્ટિ જલની દુંદુભિ નાદે મઝા. સ્પષ્ટાથ પ્રભુના જન્મ વખતે નારકીના છ પણ સુખ પામે છે. વળી ત્રણ ભુવનને વિષે તે વખતે અજવાળું પ્રગટ થાય છે. વળી સર્વે ગ્રહો પણ ઉચ્ચ સ્થાને વર્તતા હોય છે. તે પ્રસંગે સર્વે દિશાઓ પ્રસન્ન-પ્રફુલ્લિત દેખાય છે. વાયુ પણ મંદ મંદ સર્વ જીને પ્રિય લાગે તે વાય છે. પ્રજાઓ આનંદ પામે છે ને ઉત્સવ કરે છે. તે વખતે જલની વૃષ્ટિ થાય છે. તેમજ દુંદાભિ નાદ એટલે આકાશમાં દેવતાઈ વાજિત્રાના આનંદકારી શબ્દો સંભળાય છે. ૭૨ દૂર કરે રજ પવન તિમ ઉડ્વાસ પામે મેદિની,
છપ્પન્ન દિશિકરી કરે વિધિ સૂતિકર્માદિતણી, ઇંદ્રાદિ મેરૂ પર્વતે અભિષેક અઢીસે પણ કરે
દેશના ચિંતામણિના પ્રથમ ભાગે વિસ્તરે. સ્પાર્થ –પ્રભુને જન્મ થાય ત્યારે પવન પૃથ્વી ઉપરથી રજને-ધૂળને-કચરાને દૂર કરે છે. પૃથ્વી પણ ઉસ પામે છે એટલે જાણે વિકસ્વર બની હોય, તેવી દેખાય છે. વળી છપ્પન્ન દિશિકુમારીઓ પ્રભુની માતાની તથા પ્રભુની સૂતિ કર્મ વગેરેની સંપૂર્ણ વિધિ કરે છે. ત્યાર બાદ ચેસઠ ઈન્દ્રો તથા દે પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જઈને ત્યાં પાંડુક વનમાં આવેલી શિલા ઉપર રહેલા સિંહાસન ઉપર બેસાડીને પ્રભુની ઉપર અઢીસે અભિષેક કરે છે. આ છપ્પન કુમારીએ કયાં કયાંથી આવે છે. કઈ કઈ વિધિ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org