________________
દેશનાચિંતામણિ ]
૧૨ ૨૩. જેમ કેતકીનું ફૂલ દેરાથી બાંધ્યું હોય, તે પણ બાંધનારને સુગંધી આપે છે, એમ નિર્મલ મનવાળા મહાપુરૂષો દુઃખ દેનારનું પણ જરૂર ભલું જ કરે છે.
૨૪. જેમ કુમારપાલ રાજાએ વિકટ સમયમાં કરંબનું ભજન કરાવનાર સ્ત્રીને ઉપકાર યાદ કરીને પ્રત્યુપકાર કર્યો, એમ ઉત્તમ પુરૂષો બીજાએ કરેલા નાના ઉપકારને પણ બિલકુલ ભૂલતા નથી.
૨૫. ઉપકારીની ઉપર ઉપકાર કરનારા છે પૃથ્વીમાં ઘણાં મલે છે, પણ અપકારની ઉપર ઉપકાર કરનારા તે જગતભરમાં બહુ જ થેડા છ હોય છે.
૨૬. આપણે પ્રત્યુપકાર ઘણે કરીએ, તો પણ શરૂઆતમાં જેણે બદલો લેવાની ઈચ્છા રાખ્યા વગર આપણા ઉપર ઉપકાર કર્યો, તેના ઉપકાર તેટલો તે (પ્રત્યુપકાર) ન જ કરી શકાય. કારણ કે આપણે કંઈ વધારે કરતા નથી. કર્યા ઉપર કરવાનું છે. અને સામા માણસે તે નિરભિલાષ વૃત્તિથી આપણું ભલું કર્યું છે.
ર૭. જે ગુરૂએ એટલે ગુણવંત છે, તે તે સ્વભાવે જ સામાને ગુણ કરશે. જુઓ મેઘ ખેતીના કામમાં મદદ કરે છે, જળાશય ભરી દે છે, તે પણ કંઈ દાણ ( હાંસલ ) માગતો નથી.
૨૮. જેઓ હદયમાં પરોપકાર કરવાની વિચારણા કરે છે, અને જેઓ કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને યાદ રાખે છે, તે બંને પુરૂષો પૃથ્વીને ધારણ કરે છે. અથવા તેવા પુરૂષો વડે કરીને પૃથ્વી ભાગ્યવંતી ગણાય છે.
૨૯ પૃથ્વીને શણગારરૂપ ત્રણ પુરૂ ગણાય છે. તે આ પ્રમાણે-૧ જે ગભરાએલા માણસને હિંમત આપે, ૨ જે સામાની આપત્તિને દૂર કરે અને ૩ જે શરણાગતને બચાવે.
૩૦. દીર્ધદષ્ટિથી વિચાર કરીશું તે જરૂર જણાશે કે-કરેલા ઉપકારની ઉપર અપકાર કરનારા જીવો અસંખ્ય છે, અને ઉપકારને જાણનારા અસંખ્યાતા તથા ઉપકારની ઉપર પ્રત્યુપકાર કરનારા છેડા હોય છે. અને પ્રત્યુપકારની ચાહના રાખ્યા વગર દેહના ભોગે પણ ઉપકાર કરનારા મહાપુરૂષે તો વિરલા જ ( બહુ જ ચેડા ) હોય છે.
૩૧. પૃથ્વી એમ કહે છે કે–મને પર્વતોનો અને સમુદ્રોને ભાર લાગતો નથી. પણ વિશ્વાસઘાતી અને મને ભારભૂત લાગે છે અને કૃતન પુરૂષો અને મહાભારભૂત લાગે છે.
આ ક્ષણભંગુર કાયાથી પણ પરોપકાર રૂપ સાર લઈ શકાય છે. આ વાતને વિસ્તારથી સમજવાની ઈચ્છાવાળા ભવ્ય છાએ “સાર પંચક”ની બીના જરૂર વિચારવી જોઈએ. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી–
(૨) વાજં વિત્તાત્ (૨) ના વાસઃ (૩૪) નિયમો તથssણુઃ (५) पगेपकरणं कायादसारात् सारमुद्धरेत् ॥ १ ॥ (૧) પૈસાથી દાન આપવું, (૨) વાણીથી સત્ય બોલવું, (૩-૪) જીવનથી કીર્તિ અને ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org