________________
નાચિંતામણિ ]
અમૃતને પીવાને ઈચ્છતા નથી. અથવા રેજ ને રેજ એકજ અમૃતનું પાન કરનારા દેવે તમારા દર્શન રૂપી નવા અમૃતને પીવાને વધારે ચાહે છે. અને હે પ્રભુ! હું ચાહું છું કે-ભરતક્ષેત્ર રૂપી સરોવરને વિષે કમલ સરખા ભતા એવા આપના ધ્યાનમાં ભમરાની જેમ મને પરમ લય પ્રાપ્ત થાઓ એટલે આપના સ્વરૂપની ચિંતવન કરવામાં મારું મન લીન જ બને એમ હું ચાહું છું. હે પ્રભુ ! હાલ કે દરરોજ જેઓ આ૫નું દર્શન કરે છે તેઓ ધન્ય છે, વખાણવા લાયક છે. વળી આપના દર્શનનો ઉત્સવ ખરેખર સ્વર્ગનું રાજ્ય ભેગવતાં થયેલ આનંદથી પણ અધિક આનંદને કરનાર છે, એમ હું માનું છું એમ મને લાગે છે. કારણ કે તમારા દર્શનના બલથી એટલે તમારૂં દર્શન કરનારા જીવે તમારા દર્શનના પ્રભાવથી નવું દર્શન એટલે નવું સમકિત પામે છે. એટલે તમારા દર્શનથી તે જીને શુદ્ધ દેવ વગેરે તનું સ્વરૂપ સમજાય છે અને તેથી તેમને નવું સમક્તિ પ્રાપ્ત થાય છે. વળી જે જ સમકિત પામેલા છે તે સમ્યગ્દષ્ટિ છો પણ આપના દર્શનના પ્રભાવે સમ્યકત્વને સ્થિર કરે છે. ૭૭-૭૮-૭૯
ઈન્દ્રાદિક દેવ પ્રભુને સ્તવને નંદીશ્વર પે જઈને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે તે બે શ્લોકમાં જણાવે છે – ઈમ આવીને ઇંદ્ર સેના માતની પાસે ઠવી,
સંહરી પ્રતિબિંબને ઉદ્દઘોષણાદિક વિધિ સવી; પૂરી કરી નંદીશ્વરે સૌધર્મ વાસવ આવતા,
શેષ ઇંદ્રિો મેરથી ત્યાં આવતાં ભેગાં થતા. સ્પષ્ટાર્થી—એ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી સૌધર્મેન્દ્ર અહીં આવી પ્રભુને સેના માતાની પાસે મૂકે છે. અને પ્રભુને નાત્ર કરવા મેરૂ ગિરિ પર લઈ જતાં જે પ્રતિબિંબ મૂકયું હતું તેને સંહરી લે છે. ત્યાર પછી ઉદઘોષણાદિક વિધિ એટલે જે કે પ્રભુની માતાનું અકલ્યાણ (અનિષ્ટ-બૂરું) કરવાની ઈચ્છા કરશે તેના મસ્તકનો છેદ થઈ જશે વગેરે મેટેથી જણાવીને અને બાકીને તમામ વિધિ પૂરે કરીને સૌધર્મ ઈન્દ્ર નંદીશ્વર દ્વીપ જાય છે. બાકીના ત્રેસડ ઇન્દ્રો મેરૂ પર્વત ઉપરથી સીધા–બારેબાર તે નંદીશ્વર નામના આઠમા દ્વીપને વિષે જાય છે. ૮૦ અઈઓચ્છવ વિસ્તરે કરીને નિજસ્થાનક જતા,
પુત્ર જન્મ વધામણી રાજા સુણી રાજી થતા; ભવ્ય જન્મોત્સવ કરે તેવું જ નગરીમાં બને,
નામ સંભવ જનક જનની ડાવતા બે કારણે સ્પષ્ટાથે–ત્યાં આગળ ૬૪ ઈન્દ્રો એકઠા મળીને વિસ્તાર પૂર્વક ઘણી ધામધૂમથી અાઈ મહેત્સવ કરીને પિતતાના સ્થાનકે જાય છે. અહીં ઈંદ્રાદિકે કરેલ ઉત્સવને
૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org