________________
નચિંતામણિ ]
કરી છે. આપણે કે મહાશક્તિશાળી પુરૂષને કહીએ કે તમે જે મારા ગએલ આયુષ્યના સમયને પાછો લાવી આપે તો હું તમને કોડ રને આપીશ, તો શું તે આપણને આપણો ગએલા આયુષ્યને સમય કદી પણ પાછા લાવી આપશે ? કહેવાને અર્થ એ છે કે ગમે તેટલા ઉપાય કરવામાં આવે છતાં પણ ગએલી એક ક્ષણ પણ કેઈનાથી પાછી લાવી શકાય તેમ નથી જ. ૧૨૬ તિમ બને જ નહી કદી માટેજ માનવ જીદગી,
હારી જશે ના થઈ પ્રમાદી આયુના છેડા લગી; હારી ગયા છે તે ન મળવી રહેલ ફરી ઈમ જાણજે,
વિચિત્ર ગતિ છે કર્મની એ પ્રતિસમય સંભાર. ૧૨૭ સ્પષ્યાથ:–ગએલા મનુષ્ય ભવને એક ક્ષણ પણ કંઈનાથી પાછો લાવી શકાય તેમ નથી. આવું બની શકે તેમ નથી જ. માટે કહીએ છીએ કે અતિ કિંમતી અને ઘણી મહેનતે મળેલ આ મનુષ્યની જે જીંદગી તેને છેડે આવી જાય ત્યાં સુધી પ્રમાદી બનીને માનવ ભવને ફોગટ ગુમાવી દેશે નહિ. કારણકે કઈ પણ જાતની આત્માને હિતકારી ધર્મ કરણી કર્યા સિવાય આ મળેલી મનુષ્યની જીંદગી એક વાર હારી ગયા તે ફરીથી તે મેળવવી સહેલી નથી. એ વાત નકકી જાણજો. કારણ કે કર્મની ગતિ વિચિત્ર છે. તે આ જીવને કયારે કેવી સ્થિતિમાં લાવી મૂકશે તે કંઈનાથી જાણી શકાતું નથી. માટે આ વાત તમે દરેક ક્ષણે યાદ રાખજે. ૧૨૭ કુશલ સોની કનક કુલડી ચુર્ણરૂપે પણ કરી,
કનક રજકણ મેળવે ઈમ બધ આ વચને કરી સોનીને સેનાતણ કીંમત અહીં છે જેહવી,
તેહથી પણ અધિક કીંમત સમયની ગણે ગુણી ભવી. ૧૨૮ સ્પષ્ટાથે–આ બાબતમા દષ્ટાન આપતાં જણાવે છે કે જેમ હોંશિયાર સની કનકુલડી એટલે જે કુલડીમાં સોનું ગાળવામાં આવે છે તે કુલડીમાં વળગી રહેલ કનકરજ એટલે સોનાની એક રજકણને માટે તે કુલડીને ભાગી નાખીને તેને ચૂરે કરી નાખે છે અને તેમાંથી સેનાની રજને મેળવે છે. આના ઉપરથી એ બોધ લેવાને છે કે જેમ સોનીને સેનાના રજકણની જેટલી કિંમત છે, તેના કરતાં પણ ગુણવંત ભવ્ય જીવ પિતાના આયુષ્યના રજકણ સમાન ક્ષણની કિંમત હંમેશાં વધારે માને છે. ૧૨૮
આ જીવને દુઃખમાં પણ સુખને આભાસ થાય છે તે જણાવે છે – લીંબડાના ઝાડમાં જન્મેલ કડે તેહને,
કડવો છતાં મીઠે ગણે જિમ તેમ ભવના સૌખ્યને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org