________________
દેશનાચિતામણિ ]
૮૫
રમત રમતાં પ્રભુ સુરેને શીઘ પાડી નાંખતા,
રક્ષા કરે રક્ષા કરે ઈમે તે સમય સુર બોલતા તેમની પર પ્રભુ કૃપા વિસ્તારતા કીડાદિથી,
ચંદ્ર જેમ પ્રદેષને તિમ બાલ્યવય આનંદથી. સ્પષ્ટાર્થ –દેવની સાથે અનેક પ્રકારની રમત રમતા પ્રભુ દેવને જલદીથી પાડી નાખતા હતા એટલે રમતમાં પ્રભુ દેવેને હરાવતા હતા. તે વખતે દેવે અમારું રક્ષણ કરે રક્ષણ કરો એ પ્રમાણે બોલતા હતા. પ્રભુ પણ દેના ઉપર કૃપા વિસ્તારતા એટલે દયા ભાવ રાખીને છૂટા મૂકતા હતા. જેમ ફરતે ચંદ્ર રાત્રીના પ્રદેષકાળને પૂરે કરે તેમ પ્રભુ આનંદ પૂર્વક પિતાની બાલ્ય અવસ્થા પૂરી કરીને યુવાવસ્થા પામ્યા. ૮૫
યુવાવસ્થાને પામેલા પ્રભુના શરીરના અવયનું વર્ણન ત્રણ શ્લોકમાં કરે છે – ત્રીજા પ્રભુ ઉલંઘતા ને ભરજુવાની પામતા,
ધનુષ ચઉ શત દેહ કંચન કાંતિ સુરગિરિ શોભતા; શીર્ષ વચલે ભાગ ઉન્નત છત્ર જે દીપ,
કેશ સ્નિગ્ધ શ્યામ શ્રેષ્ઠ લલાટ લોચન દીધું તે. સ્પષ્ટાથ –એ પ્રમાણે દિવસે દિવસે વૃદ્ધિ પામતા પ્રભુ શ્રી સંભવનાથ બાળ અવસ્થા પૂરી કરીને ભર યુવાવસ્થાને પામ્યા. પ્રભુનું શરીરનું પ્રમાણ ચારસો ધનુષ્ય પ્રમાણનું હતું. તેમના શરીરને વર્ણ સુવર્ણ સમાન પીળે હતે. તેથી પ્રભુ શ્રી સંભવનાથ સુવર્ણમય મેરૂ પર્વતની જેવા શોભતા હતા. યુવાવસ્થાની અંદર પ્રભુની કાંતિ સંપૂર્ણપણે ખીલી ઉઠી હતી. પ્રભુના મસ્તકને વચલે ભાગ ઉંચે હેવાથી તે છત્રની પેઠે શોભતે હતો. અને પ્રભુના વાળ સ્નિગ્ધ એટલે ચીકાશવાળા અને શ્યામ એટલે કાળા વર્ણના હતા. પ્રભુનું લલાટ એટલે કપાલ ઉત્તમ રેખાવાળું સુશોભિત હતું. અને લોચન (અખો) લાંબાં અને તેજસ્વી હતાં. ૮૭ કાન સ્કંધ સુધી લટકતા સ્કંધ વૃષભસ્કંધ એ,
મેટી ભુજા છાતી વિશાલા ઉદર કશ અવધારીએ; સાથળ કરિઝૂંઢ જેવા જાંધ હરિણી જાંધ એ,
ગુલ્ફ નાનાં ચરણ ઉન્નત કૂર્મ પૃષ્ઠ સમાજ એ. સ્પષ્ટાર્થ પ્રભુના કાન ખભા ઉપર લટકતા હતા. વળી પ્રભુના ખભા વૃષભસ્કંધ એટલે બળદના ખભાની જેવા વિશાળ હતા. પ્રભુની બે ભુજાઓ લાંબી હોવાથી ઢીંચણ સુધી પહોંચતી હતી. પ્રભુની છાતી વિશાળ એટલે પહેળી હતી. અને ઉદર એટલે પેટ
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org