________________
E
| વિજયપતિઋદ્ધિ વગેરેને ત્યાગ કરીને દેવકમાંથી ચવીને ક્યાં ઉત્પન્ન થયે? તે આગળના કમાં જણાવે છે. ૬૫
આનત દેવકથી ચ્યવને પ્રભુ સેના રાણીની કુક્ષિમાં અવતરે છે. – શ્રાવસ્તી નગરી નૃપ જિતારી તાસ સેના રાણીની,
કુક્ષીમાં ત્રણ જ્ઞાનવાળા અવતર્યા ફાગુન તણી; સુદ આઠમે મૃગશિર શશિના યોગ રાશિ મિથુન છતાં,
અર્ધરાતે ચ્યવન સમયે નાકે સુખિયા થતાં. સ્પષ્ટાર્થ—આ ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામની સુંદર નગરીમાં જિતારિ નામના રાજા હતા. તે રાજાને સેના નામની રાણી હતી. તે રાણીની કુક્ષિ (કૂખ)ને વિષે તે વિપુલવાહન રાજર્ષિને જીવ દેવલોકમાંથી ચવીને પૂર્વભવના મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સાથે ફાગણ સુદ આઠમના દિવસે દાખલ થયો. આ વખતે મૃગશિર નક્ષત્ર અને મિથુન રાશિને ચંદ્રમા (વર્ન) હતો. આવા અધરાત્રીના સમયે પ્રભુ માતાની કુખને વિષે આવ્યા. આ પ્રભુના ચ્યવન કલ્યાણક વખતે નારકીના જીવોને પણ થોડી વાર સુખને અનુભવ થયે. ૬૬
તે વખતે માતાએ એલાં ચૌદ સ્વોનું વર્ણન ત્રણ લેકમાં કરે છે – ત્રિભુવને વિજળી સમે ઉદ્યોત પ્રસર્યો જનની,
રાત્રિના અવશેષ ભાગે સ્વપ્ન જોયાં અનુક્રમે હોય શારદ મેઘ જાણે તેમ કરતે ગર્જના,
ગુરૂ સફેદ ગજેન્દ્ર નિર્મલ વૃષભ દર્શન સિંહના. સ્પષ્ટાથે –તે વખતે સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણે લોકને વિષે વિજળીના જેવો પ્રકાશ થયો અથવા ત્રણે લોકમાં અજવાળું થયું. આ પ્રસંગે માતાએ રાત્રીના પાછલા ભાગમાં અનુક્રમે ચૌદ મોટાં વો જોયાં. તે આ પ્રમાણે–પહેલા સ્વપ્નમાં શરદ ઋતુને મેઘ હોય તેવો ગર્જના કરતો, મોટો, વેત વર્ણવાળો ગજેન્દ્ર એટલે ઉત્તમ હાથી જે. તેમજ બીજા સ્વપ્રને વિષે નિર્મળ વૃષભ એટલે બળદ જોયો અને ત્રીજા સ્વપ્રને વિષે સિંહના દર્શન થયા એટલે કેસરીસિંહ જે. ૬૭ બે હાથીઓ જેને કરે અભિષેક તે લક્ષ્મીસુરી,
પુષ્પમાલા ચાટલા સમ ચંદ્ર રવિમંડળ વળી, ઘુઘરી પતાકાએ વિભૂષિત ઈંદ્રધ્વજ જલકુંભ એ,
કુંભને તિમ પદ્મસરને દેખતાં ક્ષીરાબ્ધિને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org