________________
૨૭.
શનાચિંતામણિ ]
સ્પષ્ટાથ ––ચેથી સ્વપ્રને વિષે બે હાથીઓ જે દેવીને અભિષેક કરે છે એવા લક્ષમી દેવીને જોયા. પાંચમા સ્વપમાં સુંદર ફૂલોની માળા જોઈ. છઠ્ઠા સ્વમમાં ચાટલા એટલે આરિસા સમાન ચંદ્રને જે. અને સાતમા સ્વમમાં તેજસ્વી વિમંડળ એટલે સૂર્યને જે. ત્યાર પછી આઠમા સ્વમમાં ઘુઘરીઓ તથા પતાકા એટલે નાની ધજાઓથી શેભત ઈન્દ્રધ્વજ જે. નવમા સ્વપ્રને વિષે પાણીથી ભરેલા કળશના જેવો કુંભ જે. દશમા સ્વપ્રમાં કમલેથી સુશોભિત પદ્મ સરોવર જેયું. અને અગિઆરમાં સ્વમમાં ક્ષીરાબ્ધિ એટલે ક્ષીર સમુદ્રને જે. ૬૮ વિમાન ઢગલે રત્નને નિર્ધમ અગ્નિ જેઈને,
જાગતા નૃપને કહે તે ભાષતા ફલ તનયને આવન જાણી વાસ આવી અહીં પ્રભુ માતને,
પ્રણમી કહત સ્વપ્નાર્થ ત્રીજા જિનપ હશે સુત તને. ૬૯. સ્પાર્થ ––ત્યાર પછી સેનારાણીએ બારમા સ્વમને વિષે ઉત્તમ વિમાન જોયું. તેરમા સ્વમમાં રત્નને ઢગલો છે અને છેલ્લી ચૌદમાં સ્વમમાં નિમ એટલે ધૂમાડા વિનાને અગ્નિ જે. આ પ્રમાણેના ચૌદ સ્વામે જોઈને સેના રાણી જાગ્યા. સ્વમ જોઈને હર્ષિત થએલા રાણીએ તે સ્વમો રાજાને કહ્યાં. રાજાએ તે સાંભળીને તમને આ સ્વમના ફળરૂપે ઉત્તમ પુત્ર થશે એ પ્રમાણે જણાવ્યું. ત્યાર પછી પ્રભુનું ચ્યવન જાણુને ઈન્દ્રો આવીને પ્રભુની માતાને સ્વપ્નને અર્થ કહે છે અને જણાવે છે કે હે માતા! તમારી કુખને વિષે ત્રીજા તીર્થંકર પુત્ર રૂપે આવ્યા છે. ૨૯
સ્વપ્નનું ફળ જાણીને માતાને થયેલે હર્ષ જણાવે છે – જિમ મયૂરી મેઘ કેરી ગર્જનાને નિસુણતા,
હર્ષ પામે તેમ માતા શેષ રાતે જાગતા; આ દિવસથી ગર્ભ ધારણ વધત ક્રમસર તે બલે, હાય દૃષ્ટિ વિકાશ લાવણ્યાદિથી અંગે ખીલે.
૭૦ સ્પાર્થ –જેમ મયુરી (મોરની માદા-સ્ત્રી) મેઘની ગર્જના સાંભળીને હર્ષ પામે છે તેમ સ્વપ્નનું ફળ જાણીને સેના રાણીને ઘણો હર્ષ થયો. સ્વપ્નો જોઈને માતા બાકીની રાત્રી જાગતાં જ પૂરી કરે છે. તે દિવસે સેના રાણીએ ગર્ભ ધારણ કર્યો. ત્યાર પછી અનુક્રમે દિવસે દિવસે તે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો. તે ગર્ભના પ્રભાવથી માતાની આંખો વિકાશ પામી એટલે ચક્ષુઓનું તેજ વધવા માંડયું અને લાવણ્યમાં વૃદ્ધિ થવાથી માતાના અંગે સુંદરતાથી ખીલી ઉઠયાં. એ પ્રમાણે ધીમે ધીમે ગર્ભ વૃદ્ધિ પામે છે. ૭૦
પ્રભુના જન્મ કલ્યાણકનું વર્ણન ચાર કલાકે વડે જણાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org