________________
દશના ચિંતામણિ ]
૩ી મહાપુરૂષોએ આ જગડુશાહના નાના મોટા ચરિત્રો રચેલા છે. તેમાંથી ઉધરીને ટૂંકમાં કહેલી બીના ઉપરથી આપણને ઘણું બધુ મળે છે. તે વાત જ્યાં જ્યાં કહેવી ઉચિત જણાઈ, ત્યાં કહી દીધી છે.
હવે જગડુશાહની માફક ચાંપાનેરના રહીશ ખેમા હડાળાએ પણ દુકાળમાં બહુ જ ઉદારતા વાપરીને પૂર્ણ ઉલ્લાસથી શ્રી સંઘની ભક્તિ કરી હતી. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી
એક વખત બાદશાહની કચેરીમાં પાદશાહ અને શાહ શબ્દની ચર્ચા ચાલતાં જેનોએ કહ્યું કે પૂરેપૂરી શાહ શબ્દની ઉપમાને લાયક અમે જૈનોજ છીએ. પણ બીજાઓ નહિ,
પાદશાહ” આ શબ્દ ઉપરથી પણ જાણી શકાય છે. જુઓ. “પાદશાહ” અહીં પાદ શબ્દનો અર્થ “આખા પદાર્થનો ચે ભાગ” એમ થાય છે. એટલે જેનોએ પાદશાહને કહ્યું કે–તમે પૂરેપૂરા “શાહ” નથી, પણ ચોથા ભાગના શાહ છો. સંપૂર્ણ રીતે શાહ તરીકે ઓળખાવવા લાયક અમે જ છીએ. આ વચનો સાંભળીને પાદશાહના વજીરને બહુજ ખોટું લાગ્યું. તેથી જૈનોની ઉપર તે ઈર્ષ્યા ભાવ રાખતો હતો. કેટલેક કાળ વીત્યા બાદ દુકાળ પડયો, ત્યારે ઈર્ષ્યાથી વજીરે બાદશાહને કહ્યું કે–પેલા શાહને બોલાવે ને તેની પરીક્ષા કરવા માટે ફરમાવે કે–“તમે આ દુકાળમાં પ્રજાનું અન્નાદિ દઈને રક્ષણ કરે. કારણ કે પૂરેપૂરી શાહ અમે જ છીએ” એમ તમે જે પહેલાં કહ્યું હતું, તે આજે સાચું કરી દેuડે.” જેનોએ પાદશાહના આ વચનો વિનયપૂર્વક સ્વીકારીને સંઘના આગેવાન શેઠી–આ નિભાવકાર્યને અંગે ગામેગામ ફરતા ફરતા ચાંપાનેરના પાદરમાં વિસામો લેવા એક ઝાડની નીચે બેઠા હતા. ખેમા હડાળાના મોટા દીકરાએ તેમને જોયા, કે તરતજ બહુજ આગ્રહથી વિનંતિ કરીને તે તેમને પિતાના ઘેર જમવા લઈ ગયો. સારી રીતે આદર સત્કાર કરવા પૂર્વક જમાડયા. ત્યાર બાદ હકીક્ત પૂછતાં તેમણે ખેમા શેઠના દીકરાને જણાવ્યું કે–બીજા નગર વગેરેમાં ફરતાં ફરતાં આપણું જૈન બંધુઓએ દુકાળમાં પ્રજાને નભાવવાને અંગે આટલા મહિના સુધીનો ખર્ચ આપવા ઉદારતા દર્શાવી છે. હવે જો આ કાર્યમાં લાભ લેવાની આપની ઈચ્છા હોય, તો કૃપા કરીને જણાવશે. આ બીના સાંભળીને ખેમા હડાળાએ બહુજ દીર્ધદષ્ટિથી વિચાર કરીને કહ્યું કે—મારી આ બાબતમાં સંપૂર્ણ લાભ લેવાની ભાવના છે. હું આપ શ્રીમાનોને હાથ જોડીને વિનંતિ કરું છું કે—“મને સંપૂર્ણ આદેશ આપે, ને અત્યાર સુધીમાં બીજા નગર વગેરેના આગેવાનોએ જે ઉદારતા બતાવી છે, તેની નોંધ રદ કરે. એટલે દુકાલમાં પ્રજાને નભાવવાનો સંપૂર્ણ ખર્ચ હંજ આપીશ. ખેમા હડાળાની આવી આશ્ચર્યકારી ઉદારતા સાંભળીને બહુજ રાજી થયેલા તે પોણા તરીકે પધારેલા આગેવાનોએ ખેમા હડાળાના દીકરાને બાદશાહની કચેરીમાં લઈ જઈને તમામ હકીક્ત જણાવી. ને સચોટ સાબીત કરી આપ્યું કે–અમેજ શાહ તે શાહ જ છીએ. બાદશાહ પણ આ હકીકત સાંભળીને આશ્ચર્ય પામ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org