________________
રશના ચિંતામણિ ] એ પરાધીન કાલ છે, એમ સમજીને કષાયાદિને સેવવા નહી, આ રીતે વર્તવાથી કમનાં કડવાં ફલ ભેગવવાં પડતાં નથી.
૮ જિનેશ્વર દેવના સ્વરૂપની ભાવના સહિત આત્મિક લાભાલાભનું સરવૈયું-હે રાજર્ષિ ! આજે તમે જે નિર્મલ દર્શન જ્ઞાન સહિત સંયમની આરાધના પામ્યા છે, તેનું અંતિમ ફલ એજ છે કે-પ્રભુ જિનેશ્વર દેવે જે માગને આરાધી મોક્ષના અવ્યા. બાધ સુખ મેળવ્યા, તે માને યથાર્થ સ્વરૂપે એાળખી, તેની નિરંતર ભાવના કરવા પૂર્વક ચારિત્રને સાત્વિક ભાવે આરાધી અરિહંત સ્વરૂપ બનીને સિદ્ધિ પદને પામવું. એમ વિચારીને જિનેશ્વર દેવે આરાધેલા મોક્ષમાર્ગના સ્વરૂપની નિરંતર જરૂર ચિંતવના કરવી. તથા મેં દરરોજ આત્મિક ગુણની આરાધના કેટલી કરી ? ને પ્રમાદાદિ નિમિત્તે તેમાં વિરાધના દેષ કયા કયા લાગ્યા છે? તે વિચારી ને દૂર કરી અપ્રમત્તભાવે સંયમાદિની આરાધના કરજે. આ પ્રસંગે જે જે અંશે નિરૂપાયિક સ્વભાવે પરમ ઉલ્લાસથી મોક્ષમાર્ગની આરાધના થાય, તે તે અંશે (તેટલો) લાભ સમજ. અને વિરાધનાના કષાયાદિ નિમિત્તોમાંના કેઈ પણ નિમિત્તથી આરાધનામાં અતિક્રમાદિ દેશોમાંનો કઈ પણ દેષ લાગે, તે વિરાધના રૂપ અલાભ સમજો. મુનિવરોએ ઉચિત સમયે વિચારવું જોઈ એ કે આજે દિવસમાં ને રાતમાં કેટલી આરાધના થઈ ને કેટલી વિરાધના થઈ? જે આત્મા આરાધનાના પંથે અપ્રમત્તભાવે વિચરતો હોય, ને વિરાધના ન થતી હોય, તે સમજવું કે આજે હું ધન્ય છું, કૃતાર્થ છું. અને જે વિરાધના થતી જણાય, તે તેના કારણો નિશ્ચિત કરીને તે દરેક કારણના પ્રસંગથી દૂર રહેવા નિરંતર સાવચેત રહેજે. આ રીતે હંમેશાં સરવૈયું કાઢનાર મુનિવરે મેક્ષમાર્ગની આરાધના સાત્વિક ભાવે કરે છે. ને વિરાધનાથી જરૂર બચી શકે છે. કાપડ વગેરેના વહેપારીઓ પણ દરરોજ લાભાલાભનું સરવૈયું કાઢી લાભને ને તોટાનો નિર્ણય કરી વિશેષ લાભ તરફ લક્ષ્ય રાખીને નુકશાન આવવાના કારણોથી બચીને વાર્ષિક લાભાદિમાં વધતાં પોતાનું જીવન સુખ શાંતિમાં ગુજારે છે. આ દષ્ટાંતથી સચોટ સમજાય છે કે-દરરોજ આરાધનાનું સરવૈયું કાઢવાની પદ્ધતિ સાધુ જીવનમાં બહુ જ લાભદાયક છે. આ આઠે ગુણમાં આઠ પ્રવચન માતાનું રહસ્ય સમાએલું છે. હે રાજર્ષિ ! શુભ ભાવનાને આધારે જ આરાધના થતી હોવાથી અનિત્યભાવના, અશરણ ભાવના વગેરે ૧૬ ભાવનાઓ પણ ફુરસદે જરૂર ભાવજે. આ ભાવના શબ્દના અર્થ અને ભેદ, વગેરેનું સ્વરૂપ ટૂંકામાં આ રીતે વિચાર–ભાવના શબ્દની વ્યુત્પત્તિ માતે તિ રાવનાઆ રીતે થાય છે. જે વિચારાય તે ભાવના કહેવાય. શુભ-અશુભ વિચારે હોવાથી તેના શુભ ભાવના, અને અશુભ ભાવના એમ બે ભેદે જાણવા. શુભ ભાવનાનાં ઘણાં ભેદને ૧૬ ભેદમાં સમાવેશ કરીને અનિત્યભાવના વગેરેને જાણીને વારંવાર વિચારવી જોઈએ. તેજ પ્રમાણે અશુભ ભાવનાનાં ઘણાં ભેદને કાંદપ ભાવના વગેરે પાંચ ભેદમાં સમાવેશ કર્યો છે. (૧) કાંદાપી ભાવના, (૨) કેલિબષી ભાવના, (૩) આભિગિકી ભાવના, (૪) દાનવી ભાવના, (૫) સંમેહી ભાવના. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org