________________
પાય
=
પરના ચિંતામણી ] નથી. વળી જે આ જીવ જે શરીરના પિષણ અને રક્ષણાદિ નિમિત્ત દીનતાને ધારણ કરી ચારે દિશામાં ભટકે છે, ને ધર્મારાધન પણ કરતો નથી, તથા પિતાના અતિશય હિતકારી જેને પણ ઠગે છે, તેમજ ન્યાયમાર્ગને પણ ભૂલી જાય છે. જે આ શરીર પણ પરભવમાં જતા આ જીવની સાથે જતું નથી. તે પછી તમે કહે કે આ શરીરને કઈ રીતે મદદગાર માની શકાય ? કહેવાનું તાત્પર્ય એ છે કે-શરીર પર જે મેહ છે, તે પેટે મોહ છે. તેને તજીને તેનાથી મોક્ષમાર્ગની આરાધના કરવામાંજ દેહની સાથેના જોઈએ. હે ભવ્ય જ ! સ્વજન વગેરે તે કેવલ મતલબિયાજ છે. સ્વાર્થ હશે તે તેઓ તમારે જરૂર ભાવ પૂછશે. પણ સ્વાર્થ સર્યા પછી તો તમારા સામું પણ જોશે નહીં. એમ સમજીને મોક્ષ મેળવવામાં ખરા મદદગાર જેનધર્મની પરમ ઉલાસથી આરાધના કરી સિદ્ધિના સુખને મેળવજે.
૫. અન્યત્વ ભાવના–આ જીવ પરભવમાં જતી વખતે અતિ પ્રિય આ શરીરને પણ તજીને શુભાશુભ ગતિમાં જાય છે, તો પછી પુત્રાદિની તે વાત જ શી ? એટલે અહીંથી જતી વખતે એકલેજ જીવ પરભવમાં જાય છે. આથી સાબીત થાય છે કે-શરીરાદિનું સ્વરૂપ ને આત્માનું સ્વરૂપ જુદું જુદું છે. માટે શરીર વગેરેથી આત્મા અન્ય છે, ને આત્માથી શરીરાદિ પદાર્થો અન્ય છે. એમ સમજીને હે જીવ! તારા શરીરે સુખડ ચેપડનાર માણસની ઉપર રાગ કરીશ નહી ને લાકડી વગેરેથી તાડનાદિ કરનાર માણસની ઉપર છેષ પણ કરીશ નહી. બંનેની ઉપર સમતા ભાવ રાખજે. અને ધનાદિને પોષનાર માણસની ઉપર તથા તેને હરનાર માણસની ઉપર પણ જરૂર સમતા ભાવ રાખજે. આ રીતે સ્વપર પદાર્થોને યથાર્થ રીતે ઓળખનાર ભવ્ય જીવને તમામ પર પદાર્થોને નાશ થતાં પણ લગાર પણ દીલગીરી થતી નથી, તે તે એમજ સમજે છે કે-જવાના સ્વભાવવાળા પર પદાર્થો જાય જ એમાં નવાઈ શી ? એ જાય એમાં મારું કંઈ પણ જતું નથી. જે મારું છે, તે હું જાણું છું ને તે મારી પાસે જ છે, ને તે સમ્યકત્વાદિ ત્રણે ગુણે કાયમ રહેવાના સ્વભાવવાળાજ છે. હવે હું મોક્ષમાર્ગને આરાધી સિદ્ધસ્વરૂપને જરૂર પ્રકટ કરીશ.
૬. અશુચિસ્વ ભાવના-હે જીવ! જેમ લવણ (મીઠા)ની ખાણમાં મીઠાં સાકર જેવા સ્વાદિષ્ટ પદાર્થો નાંખીએ, તે તે નાખેલા સ્વાદિષ્ટ પદાર્થો પણ ખારા ખારા થઈ જાય છે, તેમ અશુચિ પદાર્થોથી ભરેલી આ કાયામાં નાંખેલા સારા પવિત્ર પદાર્થો પણ દુર્ગધ મારે તેવા અશુચિ થઈ જાય છે. માટે આ શરીર અશુચિ છે. એટલે વિઝા મૂત્ર વગેરે ખરાબ પદાર્થોથી ભરેલું છે એમ સમજજે. ૧ છે
| ઔદારિક શરીરની રચના છે માતાના ગર્ભમાં આવીને આ જીવ પિતાના શુક્ર અને માતાના લોહીને સંગ થતાંની સાથે શરીર બનાવવાની શરૂઆત કરે છે. અનુક્રમે (૧) રસવિભાગ, ને ખળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org