________________
૫૮
દેદા શાહ થોડો વિચાર કરીને દેદા શાહે કહ્યું: “ એ પણ ઠીક છે. જે મારા શબ્દો પર રાજ વિશ્વાસ રાખશે તો મને પકડવાને કોઈ સંભવ નથી. ત્યાર પછી હું સીધે ત્યાં આવીશ અથવા કોઈ ખેપિયા સાથે સંદેશ મોકલીશ. પણ તુ આપણે ગાડાવાળા ને ત્યાં જ રોકી રાખજે.”
આ રીતે યોજના નક્કી કરીને દેદા શાહ હાટડીએ ગયો. સાંજે વાળું કરવું નહોતું એટલે તે સીધો ગાડાવાળા પાસે ગયો અને આઠ દસ દિવસ સુધી ખજુરીયામાં રેકાવું પડે તો શેકાઈ રહેવા જણાવ્યું અને વહેલી સવારે ઘેર આવી જવાનું કહ્યું.
ત્યાર પછી ઘેર આવીને પતિ પત્ની શ્રીજિન મંદિર ગયાં.
બીજા દિવસે વહેલી સવારે વિમલથી જખમ લઈને વિદાય થઈ અને દેદા શાહ સ્થાન પૂનાથી નિવૃત્ત ગઈ હાટડીએ જવાનાં કપડાં બદલાવતો હતો એ જ સમયે ડેલીનું દ્વાર ખખડયું. દેદા શાહ દ્વારા ખોલ્યું. નગરપાલ પિતે આવ્યો હતો. સાથે એક સૈનિક પણ હતા. દેદા શાહે નગરપાલનું સ્વાગત કર્યું. નગરપાલે કહ્યું: “શેઠજી, હું જાણું છું કે આપ ધર્મિષ્ઠ પવિત્ર અને સદાચારી સજજન છે છતાં રાજાજ્ઞાને વશ થઈ મારે આવવું પડયું છે, મહારાજાએ આપને અત્યારે જ લાવ્યા છે.”
“ આવું છું. મહારાજાના નિયંત્રણને સહર્ષ સ્વીકારું છું.” કહી દેદા શાએ કામવાળી બાઈને ઘરની સંભાળ માટે સૂચના આપી અને પોતે નગરપાલ સાથે વિદાય થયો.
આજ તીથિ હોવાથી તેણે એકાસણું કર્યું હતું. એટલે દૂધ કે શિરોમણ કશું લેવાનું નહોતું.
શેરીની બહાર એક રથ ઊભો હતો. તે રથમાં નગરપાલ બેસી ગયે. દેદા શાહ પરગામ જવા સિવાય કોઈ વાહનમાં બેસતા નહોતા. રથ રાજભવન તરફ રવાના થયો. સેનિક પિતાના અશ્વ પર બેસીને થની પાછળ પાછળ જવા માંડયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org