________________
આશાને દોર..!
૨૨૩ છે આ રીતે આગળ વધવામાં ગમે તેવાં દુઃખ, વેદના કે વિપત્તિઓ વરસી પડતી હોય છતાં તેઓ પોતાને માર્ગ ચાતરતા નથી કે લપસીને નીચે ગબડી પડતા નથી.
નાગિનીના મનમાં થયું, દેદા શાહ એક માત્ર ગરીબાઈમાં ઉછરેલો ને સામાન્ય ભણતરવાળો સાવ નાને વેપારી છે. તે જ્ઞાની, ત્યાગી કે સંત તે છે નહિ. દે શાહ જરૂર મારી રૂ૫ લહરીઓમ રમત થઈ જશે, જરૂર મારા ઈશારે રંગમાં આવી જશે. મારામાં કઈ ખોડ ખાંપણ છે નહિ, હા ત્રીસ વર્ષને કાળ વીતી ગયો હોવા છતાં મેં રૂપ અને યૌવનને મારી કલાના બળે બાંધી રાખેલ છે. હા ગઈ રાત્રિએ જ આવેલા રાજવી અતિથિઓ મારાં નૃત્ય-સંગીત પર કેવા ખુશ થઈ ગયા હતા...? મારા નયનનો માત્ર એક જ ઉલાળે તેની વજ જેવી છાતીને હસવલાવી નાખતે હ. કુંદનમણિના હૈયામાં સંશય કેમ છે તે જ સમજાતું નથી ઘણી વાર માનવી વસ્તુ કરતાં વસ્તુના ભયથી વધારે નબળો બની જતો હોય છે.
આવા ને આવા અનેક વિચાર તરંગમાં તે છેક પાછલી રાતે સૂઈ ગઈ અને જાગી ત્યારે સૂર્યોદય થવાને બે ઘટિકાઓ વીતી ગઈ હતી.
કુંદનમણિ તે પિતાના નિત્ય નિયમ પ્રમાણે જાગીને પ્રાતઃ કાર્યથી પરવારી ગઈ હતી અને ગૃહ વ્યવસ્થાના કાર્યમાં ભાગ લઈ રહી હતી.
નાગિની બહાર આવી. એક પરિચારિકાને કહ્યું : “ કુંદનને મોકલ. અને જળપાત્ર તૈયાર રાખ.”
જેવી આજ્ઞા.” કહીને દેસી પાછી વળી.
થોડી જ પળ પછી કુંદન આવી ગઈ અને દેવીના વદન સામે જોતાં જ બોલી ઊઠીઃ “દેવી, ચહેરે અતિ-પ્રફુલ છે છતાં આપની આંખો ઉજાગરે થયો હોય એની ચાડી ખાઈ જાય છે.'
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org