________________
પંખી ઉડી ગયું
૩૨૭ સમય થયો ત્યારે વિમલથી પારણું કરવા બેઠાં.
ગાયના દૂધની ખીર ઉત્તમ બની હતી. એક તે ત્રણ દિવસ અને ચાર રાત્રિ પર્વત અન્ન જળ ત્યાગ હતું. બીજું વૈશાખ મહિને ચાલતો હતું અને ધૂમ તાપ પડતો હતો. બીજુ વિમલ શ્રી વૃદ્ધ બની ગયાં હતાં.
આ બધા સંયોગો એવા હતા કે પારણામાં કાળજી રહેવી જ જોઈએ. દેદો શાહે માત્ર સૂઠ ગોળ ને ઘીની મરિયા ગળી, થોડી રાબ અને મગ લીધા હતા. કારણ કે તેઓ પારણામાં કદી દૂધ અથવા દૂધની બનાવટ નહોતા લેતા. પેથડ, ઝાંઝણ અને પ્રથમણિએ છેલ્લા ઉપવાસમાં સાથ આપ્યો હતો. અને એક ઉપવાસમાં જુવાનોને શું થવાનું હતું ?
પરંતુ વિમલ શ્રી જ્યારે જ્યારે ત્રણ કે તેથી વધુ ઉપવાસ કરતાં ત્યારે પારણામાં મોટે ભાગે ખીર અને મગ લેતા. અને તેઓને અનુકૂળ આવી જતું, એટલે આજ પણ તેઓએ પુત્ર પૌત્ર અને પુત્રવધૂના હાથથી થોડી ખીર સ્વીકારી.
ચેડા મગ લઈ તેઓએ પારણું પતાવ્યું.
સાંજે દેવદર્શન કરી સહુ સાથે પ્રતિક્રમણ કરવા બેઠા. દેદા શાહ સાધુઓને વળાવવા ગયા હતા અને વહેલી સવારે તેઓ સાધ્વીજી મહારાજાઓને વળાવવા જવાના હતા. પ્રથમણિ અને વિમલથી પણ સાથે આવવાનાં હતાં.
પરંતુ મધરાત પછી વિમલશ્રીને પિટમાં વિટ આવવા માંડી. પરંતુ તેમણે બહુ ધ્યાન ન આપ્યું. વહેલા ઊઠી પ્રતિક્રમણ પતાવીને દેદ શાહ પત્ની તથા પુત્રવધુ સાથે સાધ્વીઓનાં ઉપાશ્રયે ગયા.
દેદા શાહ તરફથી બે બાઈઓ અને બે વૃદ્ધ ચેકિયાતો રાખ. વામાં આવ્યા હતા.
સાથીજી મહારાજાઓ પણ તૈયાર થઈ ગયાં હતાં. દેદ શાહે
Jain Education International
For Private & Personal Use Only
FO! '
www.jainelibrary.org