Book Title: Deda Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 345
________________ ૩૩૬ દેદા શાહ વિહારમાં મુનિવરે અને સાધ્વીજીઓને જે ગામડામાં મુશ્કેલી પડતી હતી તે ગામડાંમાં બે ઓરડા ને એક ઓસરીવાળાં ઉપાશ્રય કરાવવા માટે તે તે ગામના પ્રતિષ્ઠિત માણસને નૈયા આપવા શરૂ કર્યા. અને જે સ્થળોએ જયાં જયાં સાર્વજનિક ધર્મશાળાઓને અભાવ હતો ત્યાં ત્યાં તેને બાંધકામ માટે વ્યવસ્થા કરી. બારેક દિવસ આ કામમાં નીકળી ગયા. પરંતુ હજુ સુવર્ણ પડયું હતું. દેદા શાહે મનથી વિચાર કર્યો કે એક વાર યાત્રાએ જવું, અવસ્થા થઈ છે. કાળની નોબત ક્યારે ગગડે ને કઈ પળે મૃત્યુને ભેટવું પડે તેની કોઈ ગણતરી કરી શકાતી નથી. તેમણે પે તાનો વિચાર પુત્રને કહ્યો. પથડે કહ્યું: “પિતાજી, યાત્રાને વિરોધ હું નથી કરતા. પરંતુ આપ એકલા જાઓ તે બરાબર નથી. હું, ઝાંઝણ ને ઝાંઝણની માતા સાથે આવીએ.” મને કોઈ વાંધો નથી પણ ઝાંઝણને હવે અભ્યાકાળનું એક જ વર્ષ રહ્યું છે. દેદા શાહે કહ્યું. તે હું જાણું છું. પિતાજી, પણ છ મહિના વધારે.... ઝાંઝણ પાઠશાળામાં ભારે મેઘાવી અને તેજસ્વી વિદ્યાથી છે, વળી તેની ધારણ શક્તિ પણ ગજબની છે હવે તે રાજ નીતિ અને ધર્મ પરિચય બાકી રહ્યો છે. એ તે છ માસમાં થઈ જશે. યાત્રાએ કંઈ તરફ જવું છે !” પ્રથમ સ્થંભન તીર્થ જઈએ. ત્યાંથી પાટણ જઈએ. પાટમાં યતિ દાદા બિરાજે છે. ત્યાંથી ભાગમાં તીર્થો કરતા કરતા સિદ્ધાચળજી, ગિરિનારજી અને છેલ્લે પ્રભાસતી જઈએ.” પરંતુ માથે ચાતુર્માસ આવે છે. રસ્તામાં ભારે વિપત્તિ. પશે. અને કાર્તિકી પૂનમ પહેલાં સિદ્ધગિરિ પર જઈ શકાશે નહિ.” મને એને ખ્યાલ છે. આપણે પાટણમાં વર્ષાઋતુ વિતાવવી પડશે. યતિદાદાને લાભ મળશે ને પાટણના બસે આઠ દેરાસરનાં દર્શન પણ થશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354