________________
દેદા શાહ ના બાપુજી, અમને તે કઈ મળ્યું નથી. શું કામ હતું ?' પડે કહ્યું.
ખાસ તે કંઈ નહિ.” કહી દેદા શાહ ડેલીમાં દાખલ થયા. હજી તેઓએ પૂજાનાં વસ્ત્રો પણ બદલાવ્યાં નહોતાં. તેઓ તરત પિતાના ઓરડામાં ગયા. તેમના મનમાં થયું, હવે કોઈ પણ કાળે તે મહાત્મા મળી શકે નહિ. હું પણ કેવો કમનસીબ કે તેઓની સાથે ત્રિવિષ્ટપ જવાનો વિચાર મને જરા મોડે આવ્યો !
વસ્ત્ર પરિવર્તન કરીને તેઓ હિંચોળા પરની પોતાની બેઠકે આવ્યા. પેથડ શાહે વસ્ત્ર પરિવર્તન કરીને પિતાજી પાસે આવતાં કહ્યું: “બાપુ, દૂધ અહીં લાવું કે...'
નહિ બેટા, આજથી મારે આયંબિલ શરૂ કરવાં છે.' પણ આજ...”
આયંબિલ માટે તિથિ અતિથિ કશું વિચારવાનું ન હોય. અને મારે સાળ આયંબિલ કરવાં છે યાત્રા માટે તારી વાત મને ઠીક લાગી છે. વર્ષાઋતુ પૂરી થયે જવું તે બરાબર છે.” દેદા શાહે કહ્યું.
પેથડને આ જાણીને આનંદ થશે.
ઝાંઝણું દૂધ પીને આવ્યો અને દાદા તથા પિતાજીને નમન કરીને પાઠશાળાએ જવા વિદાય થયો.
દેદ શાહે વળતે જ દિવસેથી શુભ કાર્યમાં વાપરવાની સંપત્તિને ઉકેલ કરવા માંડ્યો. ઉજજયનીમાં ક્ષિપ્રા તટે બંધાવેલા નાગાર્જુન વિહારની ભોજનશાળામાં કાયમી નિભાવ માટે દસ હજાર સોનીયા મહાજનના શેઠને મોકલી આપ્યા.
એજ રીતે નાંદુરી, દેવગિરિ, વિદ્યાપુર નગરી, માંડવ, સ્થંભન તીર્થ આદિ સ્થળોએ પયુંષણના પારણું નિમિત્તે પ્રતિ વર્ષ વ્યાજમાંથી વ્યવસ્થા કરી શકાય તે રીતે સોનૈયાઓ મોકલી આપવા માંડયાં.
Jain Education International
For
For Private & Personal Use Only
www.jainelibrary.org