________________
૩૪૩
શાકની વાદળી...! દરેક આશાઓ, ઈચ્છાઓ ખાધ દ્રશે, પેય દ્રવ્યો, પરિવાર, સંપત્તિ, કીતિ વગેરે દરેકને માનસિક રીતે ત્યાગ કર્યો.
અને સૂર્યોદય થયે.
મહાપુરુષનું વચન ફળ્યું. સિદ્ધ પુરૂષે ભાખેલું ભવિષ્ય સાચું પડયું. હૈયામાં એક આંચકે આવ્યા અને દેદા શાહ ત્યાં ને ત્યાં ઢળી પડયા.
પુત્ર, પૌત્ર, પુત્રવધૂ કઈ હતા નહિ. બાપુજી માળા ફેરવે છે એટલે કોઈ નોકર ચાકર પણ ત્યાં ગયા નહિ.
અને દેહી દેહને ત્યાગ કરીને શુભગતિએ વિદાય થયે.
જ્યારે પેથડ, ઝાંઝણ વગેરે ભવનમાં આવ્યા અને બાપુ હજુ માળા ફેરવે છે તેવું જાણ્યું એટલે પેથડ બાપુજીને પૂજાને સમય થઈ ગયાનું કહેવા ગયો.
શોકની ઘેરી વાદળી માત્ર આ ઘર પર નહિ આખી નગરી પર છવાઈ ગઈ.
દેદા શાહની કાયાની સ્મશાન યાત્રા નિકળી. નગરીના હજારો નરનાર કકળતા હૈયે દેદા શાહને વિદાય આપવા સ્મશાન યાત્રામાં જોડાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org