Book Title: Deda Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 341
________________ ૩૩૨ દેટા શાહ દેદા સાહે કહ્યું : “વિમલશ્રી, આ સંસાર તે એક માયાજાળ છે. મારી પ્રત્યે, તારા પુત્ર પ્રત્યે કે પૌત્ર અને પુત્રવધૂ પ્રત્યે કોઈ પ્રકારનું મમત્વ રાખીશ નહિ. મમતાનું બંધન અંતકાળે અનંત સંસારનું પગથિયું. બની જાય છે. તું મનમાં એક જ ચિંત્વન કરજે કે હે જિનેશ્વર ભગવંત, આપના ચરણકમળમાં હું નમન કરું છું. હે ત્રણેકના સ્વામી, આપ જ મારું ધન છે, ગૌરવ છે, યશ છો, કીતી છે, કલા છે, કપના છે, કવિતા છે, પ્રેરણ છો, પ્રતિભા છે, પ્રસન્નતા છે, શ્રદ્ધા છે, સુખ છો, શક્તિ છે, ભક્તિ છે, મુક્તિ છો. બે મારા નાથ, આપ જ મારું સર્વસ્વ છે. હે કરૂણામય, ભવોભવ મને આપનું શાસન પ્રાપ્ત થશે. ભભવ આપની ભકિત પ્રાપ્ત થશે અને ભવબંધનની બેડીઓ ન તૂટે ત્યાં સુધી ભભવ આપનું શરણું પ્રાપ્ત થજે.' વમળને એક વેગ આવ્યો દેદા શાહ પાળું ધર્યું. ત્યારપછી એક પાતળા ઝાડે છે. પ્રથમણિએ સ્વછતા કરી, ત્યાર પછી દેદા શાહે કહ્યું : “ વિમલશ્રી, જળ સિવાય બધી વસ્તુને ત્યાગ કરે છે ?” “હા...જળને પણ...” દેદ શાહે તરત પત્નીને પચ્ચકખાણ કરાવ્યાં. ત્યાર પછી ત્રણ નવકાર ગણીને ચાર શરણ લેવરાવ્યાં. અને પછી શાંત સ્વસ્થ સ્વરે કહ્યું : વિમલબી, નજરે દેખાતી દરેક વસ્તુઓ પરિવંતનશીલ છે, નાશ પામનારી છે, મહદશા ઊભી કરનારી છે. સમજુ માણસે દરેક સમયે જાગૃત રહીને આ સય ભુલતા નથી. જે વસ્તુ નાશવંત છે, તે વસ્તુનો ન હેય મોહ કે ન હોય ચિંતન કે ન હોય પળોજણ! ધન, સંપત્તિ એ બધુ ધૂમાડાના બાચકા જેવું છે. સગાવહાલાઓનાં સંબંધે સ્વપ્નાં સમા જ હોય છે. રૂપ યૌવન, આરોગ્ય જાળવવા છતાં વંટેળ માફક વિલય પામનારાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354