________________
પિથઇને પ્રશ્ન....
જીરાવવાળની ધર્મશાળામાં ત્રણ દિવસ રોકાઈ, ભગવંતને સેનાનાં અલંકારે ચડાવી દેદા શાહ પિતાના નાના સાથે સાથે ચોથે દિવસે આબુ ગિરિરાજ પર જવા રવાના થયા.
રસ્તો પહાડી હતી અને આ માર્ગે વાઘ, વરૂ, ચિત્તા, સિંહ, અજગર વગેરે ભયંકર પ્રાણુઓને પૂરતે ભય હતો. કારણ આપે પર્વત જાણે વિવિધ વનસ્પતિઓથી છવાયેલે હતો. દેદા શાહે માર્ગમાં સુવર્ણ બનાવનારી દિવ્ય વનસ્પતિઓ સારા પ્રમાણમાં જોઈ પરંતુ હવે પછી એક રૂપિયાભાર પણ એનું ન બનાવવું તેવો તેઓએ નિર્ણય કર્યો હતો. માલવપતિ માટે સે મણ સેનું પણ કચવાતા હૃદયે બનાવ્યું હતું. તેઓને બીજો કોઈ ભય નહોતો પરંતુ દીકરો જુવાન છે, પૌત્ર હજી બાળક ગણાય. જે તે તેઓનાં હૃદય સુવર્ણ પ્રત્યે ખેંચાય અને વૈભવ વિલાસ ભોગવવાની એકાદ ચિનગારી પ્રગટે છે આ માનવભવ ગુમા બેસાય. તેઓએ એ પણ નક્કી કર્યું હતું કે ઘરમાં સેનયાને પાર નથી. આ નિમિત્તે પ્રાપ્ત થયેલું ધન શુભ કામમાં જ વાપરી નાખવું.
રસ્તામાં ત્રણ રાત ગાળવી પડી. ચઢાણુ આકરું હતું અને માગ પણ ફરીફરીને જતા હતા. સાથે રસોયા, બધી સામગ્રી, કામ વાસણ વગેરે હોવાથી માર્ગમાં કોઈને બીજી કશી મુશ્કેલી ન પડી.
આબુ ગિરિવરની યાત્રા પણ ઘણું જ ભાવથી સહુએ કરી. આ કાળ વખતે કલાકારગિરીવાળા મંદિર નહતાં. એક્માત્ર બાવન જિનાલય શોભતું અને તેમાં આદિશ્વર ભગવંતની તેજસ્વી પ્રતિમા બિરાજમાન હતી.
અહીં પણ દેદા શાહ ત્રણ દિવસ રોકાયા. પૂજા, અંગરચના અને ઉત્તમ પ્રકારના સુવર્ણનાં ભેટણ ધરીને દેદા શાહ કૃતાર્થ થયા.
અહીં પહેલી પૂજા પેથડ, તેનાં પત્ની અને ઝાંઝણના હાથે પહેલે દિવસે થઈ. બીજા બંને દિવની પ્રથમ પૂજા દેદા શાહની દે. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org