________________
૨૮૯
શ્રીફળ વધાવ્યું ! દિવસ કોઈ પણ સ્ત્રી સામે નજર સરખીયે નહેતિ કરતે. પિતાના હૈયામાં જળવાયેલા સંસ્કાર અને માતાના ધાવણમાં પ્રાપ્ત થયેલા ગુણ જાણે પુત્રમાં સદેહે ઉતર્યા હતાં.
પુત્રને પ્રિયદર્શન બનેલો જોઈને એક દિવસ માતાએ પિતાના સ્વામીને કહ્યું, “હવે તમારે વ્યાપારમાંથી કંઈક નિવૃત્ત થઈને ઘરનું એક કામ કરવું જોઈએ.”
હવે તો હું લગભગ નિવૃત્ત છું. પેથડ વેપારમાં ખૂબ જ કુશળ બની રહ્યો છે. હવે તે મારે ભલે ઉપાશ્રય, ભલા સંત પુરુષો ને ભલા ભગવાન! તમે ઘરનું કર્યું એક કામ કહેતાં હતાં ?
તમે જોતા નથી? આપણે પેથડ વીસ વર્ષના આંગણે આવી પહોંચ્યો છે. હવે આપણું ઘરને અને થિડને પ્રેરણારૂપ બને એવી વડુ શોધવી જોઈએ.”
દેદા શાહે શાંત સ્વરે કહ્યું : “ કાળને જતાં કંઈ વાર લાગે છે ? ગઈ કાલે આપણે પેથડને રમાડતાં હતાં. આજ સુદઢ અને સ્વસ્થ જુવાન બની ગયેલ છે. તારી વાત સાચી છે. આમ તો દસ બાર સ્થળેથી વાત આવી હતી, પણ મે કોઈને મન નહોતું આપ્યું. હવે હું આ અંગે તપાસ કરીને તમને જણાવીશ.”
‘સુપાત્રની કાળજી પહેલી રાખજો.”
તમે જેને ચારેય પખાં જોઈશ. પેથડના જીવતરને ઓપ આપે એવી કન્યા શોધી કાઢીશ.”
“બરાબર છે...' કહી વિમલશ્રી ઊભા થયા.
શેઠજી પણ પેઢીએ જવા તૈયાર થયા. પેથડ તે સ્નાન પૂજન આદિ પ્રાત:કાર્ય કરીને પેઢીએ પહોંચી ગયો હતે. ઘીનો વેપાર ધમધોકાર ચાલ હતો અને પેથડે પિતાજીના આદર્શોને જાળવી રાખ્યા હતા.
દે. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org