________________
પ્રકરણ ૩૧ મું :
: આશીર્વાદનાં ફૂલ.!
શાખ સુદિ પાંચમના લગ્ન લખાઈને આવી ગયા. વિમલશ્રીએ ઘણું જ ઉમંગ સાથે લગ્ન વધાવી લીધાં. તે જ દિવસે વિમલશ્રીએ પતિ સામે જોઈને કહ્યું: “ જુઓ, આપણે જન્મથી સાદાઈમાં રહ્યાં છીએ. પરંતુ પેથડ માટે તો કંઈક કરવું જ જોઈએ.”
વિમલશ્રી, તું કહે તે કરવામાં મારો કોઈ વિરોધ નથી. પરંતુ સાદાઈ ને સદાચાર તપ વગર જળવાય નહિ.”
“હું કઈ પ્રકારનો વિરોધ નથી કરતી. વળી આપણે તે હવે આથમણી દિશાના પ્રવાસીઓ છીએ અને મને કઈ વાતની ઉણપ નથી દેખાઈ કે કઈ પતીને અસંતોષ નથી . પણ આપણે ત્યાં રોજ સવાશેર સોનાનું દાન અપાય, આપના હાથે પરોપકારનાં હજારે કામ થાય, લાખે નૈયાઓ કઈ પ્રકારના સંકોચ વગર વપરાય...આવા માતાપિતાના એકના એક પુત્રને કેઈએમ કહે કે “તારા માબાપ તો આટઆટલું ધન વાપરે છે ને તારા માટે આવાં સાદાં કપડાં, કોઈ અલંકાર નહિ, કેઈ ઉત્તમ રાચરચીલું નહિ...' તે પેથડને કેવું લાગે ? તમે જ વિચારીને કહે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org