________________
પ્રકરણ ૨૩ મું :
: આશાને દાર...!
આ ય-પરાજયનાં ત્રાજવાં પર પગ મૂકનારને વિચારે, આશા, નિરાશા અને કલ્પનાથી ઊભાં થતાં સ્વપ્ન વચ્ચે ખોવાઈ જવું પડે છે.
નાગિની દેવી છેક પાછલી રાતે નિદ્રાધીન થઈ શકી હતી. તેણે હજુ સુધી દેદા શાહને જોયા નહોતા છતાં તેના અંગેની સાંભળેલી વાતો પરથી તેણે એક માનસ પ્રતિમા અંકિત કરી હતી. એક સશક્ત, સ્વસ્થ, સુંદર, સાદા અને સંસ્કાર માગી પુરુષની તેણે મને મન મૂતિ ઘડી કાઢી હતી આ મૂર્તિ સાથે પ્રેમ રસમાં ડૂબી જવાની અને તે રીતે વિજય પ્રાપ્ત કર્યાની એક મધુર સુખ તૃપ્તિ પણ માણી હતી.
પણ કલ્પના, સ્વપ્ન કે તરંગભરી સૃષ્ટિ કરતાં વાસ્તવિક જીવનની સૃષ્ટિ સાવ નિરાળી હોય છે. એટલું ખરું કે જે સંસારી માનવી આશાના તરંગે રૂપી માયા મરિચિકામાં ન અટવાય તે તેના હૈયાની હિંમતનો અંત આવી જાય. ઘણી વાર માનવીને મન આશાનાં તરંગે રૂપી આ માયા મૃગની છબી ચેતનાદાયક બનતી હોય છે. જ્યારે જ્ઞાની પુરુષો તો આશાના દાસ ન થતાં આશાને જ પગતળે કચરીને બેસતા હોય છે એટલે તેઓને ક૯પનાનાં તરંગોમાં રમવું પડતું નથી. તેઓ તે નક્કર સત્યને દર પકડીને જ આગળ વધતા હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org