________________
પરાજયમાં જય...!
૨૪૭
પગલી, ભવ ભ્રમણ કરાવનારી માયાથી જેટલું દૂર રહેવાય તેટલું સારું. પણ આપણા વેપાર હવે જામતા જાય છે. સિહપુરીના રાજાએ એક હજાર મણ ઘી આપણી પાસેથી મંગાવ્યું છે. તેમજ સેા મણ, પચાસમણુના કામ તેા છેલ્લા દસેક દિવસથી થતાં જ રહે છે. મને લાગે છે તારા ઉદરમાં પેાષાઈ રહેલા જીવને આ પુણ્ય પ્રભાવ હાવા જોઈએ.
'
વિમલશ્રી કશુ મેલી નહિ.
દેદા શાહ પત્નીની રજા લઈ ને સીધા હાટડી તરફ વિદાય થયા. નાગિનીએ ઉતારે આવ્યા પછી મુનીમકાકાને પરમ દિવસે પ્રસ્થાન કરવાની અને જે કંઈ સરસામાન બહારથી લાવ્યા હાઈ એ તે સહુને પરત કરવાની, કંઈ પણ દેણું થયું હોય તે તે ચુકતે કરવાની અને બધા સરસામાન આંધીને તૈયાર રાખવાની સૂચના આપી દીધી.
મુનીમકામાએ હુકમના અમલ શરૂ કરી દીધા અને એક દિવસ પછીના દિવસના બીજા પ્રહરના પ્રારંભમાં નાગિની દેવી રસાલા સહિત વિદાય થઈ ગઈ.
દેદા શાહ ગામના ગેાંદરા સુધી વળાવવા પણ ગયા અને તેઓએ નાગિનીને કહ્યું : · šન, ઉદારતાપૂર્વક તારાં દાસદાસીઓને છૂટાં કરજે. તારા હાથ નીચેની ગણિકા એના આવેા હીન વ્યવસાય છેડીને સાદું જીવન અપનાવે એવા ઉપદેશ આપજે અને જેને જરૂર પડે તેને ઉચિત ધન આપજે. ધનની જરૂર પડે તો મુનીમજીને માકલજે. હું સ કેચ વગર આપીશ.’
નાગિનીનાં નયના સજળ અની ગયાં. રથમાંથી નીચે ઉતરી તેણે દેદા શાહના ચરણ સ્પર્શી કર્યા, દેદા શાહે તેના મસ્તક પર હાથ મૂકી આશીવાઁદ આપ્યા.
ત્યાર પછી નાગિનના રસાલા વિદાય થયેા. દેદા શાહ રસાલાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org