________________
ર૭૪
દેદા શાહ પેથડ પાંચ વર્ષને થયો હતો. એટલે દેદા શાહ અને વિમલશ્રીએ પુત્રને પંડિતની પાઠશાળામાં વિધિપૂર્વક મેકલવાનું નક્કી
ર્યું. આ માટે તપાસ કરતાં સુંદર મહારાજની પાઠશાળા ખૂબ જ વખણાતી હતી... દેદા શાહ સુંદર મહારાજની પાઠશાળાએ ગયા. સુંદર મહારાજે દેદા શેઠને ઘણી વાર જોયા હતા અને તેઓ તેની સાદાઈ, અઢળક દાન વૃત્તિ અને ધર્મભાવના પર ખૂબ જ પ્રસને બન્યા હતા.
આવા દાનવીરને પ્રાંગણમાં દાખલ થયેલો જોતાં જ સુંદર મહારાજ ઊભા થઈ ગયા અને સામે આવતાં બોલ્યા : “પધારે શેઠજી પધારે! અચાનક આ તરફ..? આજ હું ધન્ય બન્યો આપની ચરણ રજ મારી પાઠશાળામાં પડી.”
સુંદર મહારાજ લગભગ પંચાવન વર્ષના, રંગે શામળા, દેહે સુદઢ અને વાણીએ મધુર હતા. દેદા શાહે સુંદર મહાજનને નમસ્કાર કસ્તાં કહ્યું : “પંડિતજી, હું એક કાર્ય માટે આવ્યું હતું. પણ મને દાનવીર કહે તે બરાબર નથી. સાચા દાનવીર તે આપ છે.” જ્ઞાન, સદાચાર, સાદાઈ અને માનવતાનું આપ નિરંતર દાન કરતા છો.”
શેઠજી, હું તે એક સામાન્ય બ્રાહ્મણ છું અને ધર્મથી મળેલું કર્તવ્ય માત્ર બજાવું છું. ફરમાવો શી આજ્ઞા છે?”
પાઠશાળા ખુલી ઓસરીમાં રાખી હતી. લગભગ સાઠેક જેટલા વિદ્યાથીઓ હતા.શેઠને બેસાડી શકાય એવું કેઈ આસન પણ હતું નહિ એટલે સુંદર મહારાજ મનમાં જ સંકેચાઈ રહ્યા હતા.
દેદા શાહે ત્યાં બેઠેલા નાના મોટા બાળકે સામે જોઈને કહ્યું. પંડિતજી, મારે પુત્ર પયડ પાંચમાં વર્ષમાં પ્રવેશે છે. આપ જે શુભદિવસ દર્શાવે તે શુભ દિવસે મારે તેને આપની પાઠશાળામાં મૂકે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org