________________
યાત્રાએ..!
૨૮૧ ગણકારી જ નહિ, શિષ્ય અવારનવાર કહેતા કે હવે ડોળીમાં બેસવું જોઈએ. પણ શ્રી ભગવંતે હસીને કહ્યું: “આ કાયાને જેટલી સુંવાળી બનાવો તેટલી જ તે બોજારૂપ બની જાય છે. મારી કોઈ ફરિયાદ તો છે નહિ અને કાયાનું દમન કર્યા વગર આત્માની પરખ ન થાય. તમે મારી કઈ ફિકર કરશો નહિ. આ દેહ તો નાશવંત છે, દેહની આળપંપાળ ત્યાગીઓને ન હોય ત્યાગીઓ તો આત્મામાં જ રમે અને મસ્ત રહે.'
શ્રીપુજની પ્રવચન ધારા અપૂર્વ હતી. જેમાસાના સમયમાં તો આચાર્ય ભગવંતના દર્શન માટે નાના મોટા અનેક નગરમાંથી શ્રાવક આવતા જતા હતા. કઈ ગાડામાં, કેઈ પગે ચાલીને તો કઈ ગમે તે વાહનમાં બેસીને પોતાને ભકિતભાવ દર્શાવી જતા.
આવનારા મહેમાને માટે અલગ રસોડાની કે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાનો વિચાર કેઈપણ શ્રાવકના હૈયામાં થતો જ નહે, કારણ કે એથી નિમિત્તભાવે દોષ ઊભે થતો અને જૈન મુનિવરે પણ આ માટે ખૂબ જ સાવધ રહેતા. આમ હોવાથી શ્રાવકે જ મહેમાનોને પ્રેમ અને ભાવના પૂર્વક પિતાને ત્યાં જમાડતા આ રીતે જમાડવામાં અતિથિ સત્કારના પુણ્યોપાજનનો લાભ પણ મળો હતો.
તે સમયે કઈ પણ વસ્તુ કે ક્રિયા સાધુઓના નિમિત્તથી બનતી નહતી. મુનિ સંસ્થા પણ સાવધ અને દકિટવાળી રહેતી. મુનિવરે પિતાના પ્રવચન દ્વારા અવારનવાર શ્રાવકોને પોતાના કર્તવ્યમાં જાગૃત રાખતા હતા અને શ્રી ચતુર્વિધ સંઘની મર્યાદા સાચવવાને પણું ઉપદેશ આપતા. મુનિવરો સમજતા હતા કે તીર્થકર ભગવં. તેએ પ્રસ્થાપિત કરેલી સંઘરચના એવાને એવા સ્વરૂપમાં અભંગ રહેશે ત્યાં સુધી જન ધર્મની જૈનતત્વની. જન આદર્શની અને ખુદ જૈનેની કીતિ પણ અભંગ રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org