________________
ગુરૂની સ્મૃતિ માટે...!
૨૭૧ મહાપ્રતિહારે તરત રાજાને સમાચાર આપ્યા અને રાજા પોતે તરત શેઠના સ્વાગત માટે સામે આપે.
દેદાશાહને પ્રસન્ન હૃદયે આવકાર આપી, કુશળ પૂછી બેઠક ખંડમાં એક આસન પર બેસાડ્યા, રાજાએ ગાદી પર બેસતાં કહ્યું : “શેઠજી, મને ગઈ રાતે જ સમાચાર મળ્યા કે આપ એક મહાન કાર્ય કરીને આવવાના છો તે સમાચાર અગાઉથી મળ્યા હતા તે આપના સરકારનો પણ લાભ મેળવી શકત.
દેદા શાહે ઊભા થઈ, બે હાથ જોડીને કહ્યું : “કૃપાનાથ, આપની શભભાવના મારા માટે પ્રેરણારૂપ બની છે, અને આપના આશીવાંદથી ઉપાશ્રયનું ઉદ્ઘાટન થઈ શક્યું છે. મારા ઘેર આવવામાં
સ્વાગત શેભે નહિ એમ ધારી મેં કઈને અગાઉથી સંદેશ મોકલ્યો નહે. વળી માનની ઈચ્છા જ પુણ્યને અંત લાવનારી નિવડે છે કારણ કે માનપાન વખતે મધ્યસ્થ ભાવ રાખવો તે કોઈ વીરલ પુરુ ષને જ શક્ય હોય છે... હું તે આપનો માયામમતાથી બંધાયેલો એક વિનમ્ર પ્રજાજન છું.”
રાજાનું હૃદય દેટા શાકની વિનમ્રતા જોઈને અતિ પ્રસન બની ગયું.
દેદ શાહે ઊભા થઈ પાંચ સોનૈયા વડે ઘેળ કર્યો ત્યાર પછી ચાંદીને થાળ બધી સામગ્રી સાથે ભેટણ રૂપે મૂકો.
ત્યાં તે રાજસભામાં જવા માટે મહામંત્રી પણ આવી ગયા. દેવગિરિના ઉપાશ્રય અંગેની કેટલીક માહિતી જાણીને રાજાએ ખૂબ જ હર્ષ વ્યકત કર્યો.
ડી વાર સામાન્ય ચર્ચા કરીને દેદા શાહે વિદાય માગી. રાજાએ તરત કહ્યું : “મને યાદ છે કે આપ કઈ વાહનમાં બેસતા નથી. હું શિબિકા તૈયાર કરવાની આજ્ઞા આપું છું.'
નહિ કૃપાનાથ માણસે વડે ઉચકાતા વાહનમાં પણ હું નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org