________________
૨૩ર
દેદા શાહ
આર્ય નારી પતિને અને પૂજ્યને આ રીતે સકારે છે તે ભારતની નારીની સમર્પણ ભાવની એક વિશિષ્ટતા છે. હું આ પ્રથાને વિરોધી નથી પરંતુ મારા જે એક સામાન્ય માનવી આવા સ્વાગતને અધિકારી નથી.”
પણ આપ મહાન દાનેશ્વરી...”
“આવું અસત્ય આપને કોણે કહ્યું ? હું તો એક સાદો વેપારી છું. મહાન દાનેશ્વરી હું કેવી રીતે બની શકું ? હા...મારા ઉપયોગ પૂરતે પરિગ્રહ રાખીને બીજું વધારાનું આપી દઉં છું...પણ આ તો મારા સ્વાર્થની વાત છે. પરજન્મમાં કાંઈક પામવાની આશાએ વેરૂ છું, દેવી, આપના અંતરભાવનું સ્વાગત હું મારા મસ્તકે ઝીલું છું.' કહી દેદા શાહે બે હાથ જોડયા.
ત્યાર પછી નાગિની દેદા શાહને લઈને ભવનના ઉપરના સાદાઈથી તૈયાર કરેલા બેઠકખંડમાં ગઈ. દેદા શાહને એક ગાદી પર બેસવાનો પ્રાર્થના કરી, દેદા શાહ, શાંતભાવે બેસી ગયા... તેની સામે નાગિની બેસી ગઈ. મુનીમજી નીચે જાજમ પર બેઠા કે તરત દેદા શાહે ઊભા થઈ તેમનો હાથ પકડી લીધો અને કહ્યું : “એમ ન શેભે...આપ છે...મારી બાજુમાં જ બેસે.'
મુની મને કંઈક સંકેચ સાથે ગાદી પર બેસવું પડયું.
નાગિનીએ કુંદન શ્રી સામે જોઈને કહ્યું : “ પ્રથમ તું વર્ષ. પાનનાં પાત્રો લઈ આવ..અને રૂક્ષ્મણીને કહેજે કે, ખાદ્ય સામગ્રીના બે થાળ લઈ આવે.”
દેદો શાહે કુંદન સામે જોઈને કહ્યું: “બહેન, એવી કઈ ખટપટ કરશે નહિ. આજ તિથિ છે અને મારે એકાસણું છે. એટલે કશું ખપશે નહિ.”
કુંદનમણિ શેઠ સામે જોઈને ઊભી રહી ગઈ. નાગિનીએ કહ્યું: શેઠજી, પાનકમાં કોઈ અખાદ્ય દ્રવ્ય નથી આવતું, કેસર, કસ્તુરી આદિથી તૈયાર કરેલું શરબત છે.'
“ દેવી, અમારા જેનેનાં વ્રત ભારે કઠણ હોય છે. એકાસણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org