________________
તમે જીતી ગયા...!
૨૩૩ અમે માત્ર એક વખત ભાણે બેસીને અભક્ષ્ય દ્રવ્ય સિવાયનું જમી શકીએ. વચ્ચે ફરાળ, દુગ્ધપાન, પાનક એવું કશું લેવાય નહીં અને અમારે જળપાનની પણ મોટી મર્યાદા છે. ઉકાળીને ઠારેલું પાણી જ લઈ શકાય. એટલે આ પ મનમાં જરાયે લાવશો નહિ.” દેદા શાહે કહ્યું,
ત્યારે તો...”
દેવી, દોષ આપનો નથી. મારે છે. નિમંત્રણના સ્વીકાર વખતે મને તિથિનું મરણ ન રહ્યું નહિ તો હું અવશ્ય ખપતું ભોજન કરી લેત. આપ મનમાં એવું પણ ન લાવશો કે મારા હૃદયમાં આપની જાતિ પ્રત્યે આપના વ્યવસાય પ્રત્યે જરા જેટલે યે તિરસ્કાર છે. આપનું નિમંત્રણ સાચવવા નિમિત્તે જ ભારે આવવું પડયું છે. હવે આપને જે કંઈ કહેવું હોય તે નિ:સંકોચ કહેજે.'
સાંભળ્યું છે નાદુરી નરેશના દિલમાં હવે ભારે પશ્ચાત્તાપ થાય છે.”
“ ખરી વાત છે...મેં પણ અમારા શ્રી સંઘના આગેવાનો આવેલા ત્યારે સાંભળેલું. સજજન પુરુષો બહુધા ભૂલ કરતા નથી. કદાચ તેના હાથે ભૂલ થઈ જાય તો તરત તેઓ તે ભૂલ અંગે વેદના અનુભવતા હોય છે. કડો આપનો વ્યવસાય ?'
“સારે ચાલે છે. વ્યવસાય છે તે દેષ–પાપરૂપ પણ અમારે તે સિવાય અન્ય કોઈ ઉપાય નથી.” આછા હાસ્ય સહિત દેદ શાહ સામે જોઈને નાગિનીએ કહ્યું,
“દેવી, ઘણી વાર પાપને સમજવા છતાં પાપને છેડી શકાતું નથી. પાપ કરતાં યે પાપમાં રહેલો રસ ભારે ખરાબ છે. અને એ રસ જ માનવીનું મોટામાં મોટું પતન છે. દરેક ધર્મના શાસ્ત્રગ્ર થે અને સંતે વારંવાર લોકેને કહે છે કે, “ વેશ્યાગમનથી દૂર રહો, પરદાના સંવનનથી દૂર રહો, વિષયની ઝંખનાથી દૂર રહે. શસ્ત્રો અને સંતપુરુષોની આટઆટલી કાળજી હોવા છતાં ઘણા લોકે પતગામી બનતા હોય છે, કારણ કે, વિષયનો રસ તેઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org