________________
૨૧
નિમંત્રણને સ્વીકાર
કેમ કશું ન બેલી? કુંદન, નારીની પ્યાસ પુરુષના પ્રાણુમાં અનંત યુગથી ભરેલા છે. ગમે તેવો બળવાન, સત્તાધીશ, સમર્થ જ્ઞાની કે વિજ્ઞાની પુરુષ નારી આગળ પિતાનું સમગ્ર ગૌરવ વીસરી જતો હોય છે. પ્રકૃતિનું આ ચિરંજીવ સત્ય છે અને આ સત્યના આધારે જ મેં કઠોર ગણાતી હેય ખેલી છે. દેદા શાહના વ્યકિતત્વ અંગેની મેં પણ ઘણી વાતો સાંભળી છે એ બધી વાત સાંભળ્યા પછી હું એ પણ સમજી શકી છું કે, મારે એક ભવ્ય પુરુષ સાથે રમત કરવાની છે. હું આ અંગે જરાયે અસાવધ નથી.”
કુંદનમણિએ ઊભા થઈ દેવીને એક હાથ પકડી લેતાં કહ્યું : આપની જાગૃતિને ધન્યવાદ આપું છું. પરંતુ ..પરંતુ...” “ધન્યવાદ આપીને પણ હજી પરંતુ....”
હા દેવી આપે એ વાતની ઉપેક્ષા કરી હોય તેમ લાગે છે.” “કઈ વાતની ?” દેદા શાહની પત્નીની.”
એની ઉપેક્ષા મેં નથી કરી...પણ એની ઉપેક્ષા હવે દેદા શાહ કરશે. હું વિમલશ્રીને મળીને એટલું જોઈ શકું છું કે, એનામાં રૂ૫ છે, યૌવન છે. બધું છે પણ એક વાતને મને ખુલે અભાવ દેખાય છે.”
કઈ વાતને ?'
એના હૈયામાં પતિભકિત હશે, પતિ પ્રત્યેની પ્રેમધારી પણ હશે... પણ પતિને છેડે બાંધી રાખવાના ઉપચારને મને અભાવ દેખાયો છે. તેં તે મારી પાસેથી કામશાસ્ત્ર અંગેની ઘણી વાતે સાંભળી છે. કામશાસ્ત્રમાં એક મજાનું સત્ય છે. પુરુષ ગણિકા કે પરનારીને યાસી શા માટે બને છે? એ પ્રશ્નની ચર્ચામાં કામશાસ્ત્ર કારે ઘણું કારણે દર્શાવ્યા છે પણ તેમાં એક મુખ્ય કારણ તે પણ દર્શાવ્યું છે કે જે પુરુષને રૂપયૌવનથી ઉભરાતી પત્ની હોય છતાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org